આધોઈ પી.એચ.સી મા પિયર એજ્યુકેટરની રીફ્રેશ તાલીમ તેમજ પ્રોત્સાહિત ગિફ્ટ આપવામાં આવી

 આધોઈ પી.એચ.સી મા પિયર એજ્યુકેટરની રીફ્રેશ તાલીમ તેમજ પ્રોત્સાહિત ગિફ્ટ આપવામાં આવી


કચ્છ - તારીખ - ૦૫ એપ્રીલ ૨૦૨૪ આધોઈ

કચ્છ - ભચાઉ તાલુકાના આધોઈ પી.એચ.સી માં તાલુકા હેલ્થ ઓફીસર ડો. નારાયણ સિંહ  તેમજ આધોઈ ના મેડીકલ ઓફીસર ડો. રોશન બલાત અને આધોઈ સીએચસી ના અધિક્ષક ડો.દીપલ  ચૌધરી ના માર્ગદર્શન હેઠળ પિયર એજ્યુકેટર તાલીમ આપવાનુ આયોજન કરવામાં આવ્યુ જેમા મેડિકલ ઓફિસર ડો રોશન બલાત, ડૉ . દીપલ ચૌધરી, સુપરવાઇઝર કિર્તીભાઈ વરચંદ , મમતાબેન નાયક,  સી.એમ.ટી.સી. સ્ટાફ નર્સ ભાવિકાબેન અને કિંજલબેન તેમજ એડોલેસન્ટ હેલ્થ કાઉન્સેલર પાતર કિરેન દ્વારા પિયર એજ્યુકેટર ને સમતોલ આહાર વિષે તેમજ પિયર એજ્યુકેટર ની ભુમિકા પિયર એજ્યુકેટરના કૌશલ્ય તેમજ પર્સનલકેર અને ૧૦ થી ૧૯ વર્ષની અવસ્થા દરમિયાન શારિરીક, માનસિક, ભાવાત્મક અને સામાજીક ફેરફારો વિષે વિસ્તૃત માહિતી આપી તેમજ આર્યન  ગોળી,રસીકરણ ટી.ડી ની રસી ૧૦ થી ૧૬ વર્ષે મુકાવવા માટે કિશોર-કિશોરીઓને જાગૃત કરવા માટે સમજણ આપી  તેમજ કિશોર-કિશોરીઓને બી.એમ.આઇ વિષે તેમજ દર મહિને યોજાતા મમતા તરૂણી સેશનમાં એચ.બી. ની તપાસ વિષે  આલબેન્ડાઝોલનુ મહત્વ,લીલાપાંદળા વાળા શાકભાજી, તેમજ શારીરિક કશરત યોગ ધ્યાન, પ્રાણાયામ ના મહત્વ વિષે વિસ્તૃત માહિતી આપી તેમજ વાહક જન્ય રોગો વિશે માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં પી એચ સી ના એફ. એ. ભરત ભાઈ વણકર  તેમજ સ્ટાફગણ અને આશા ફેસીલેટર, આશા કાર્યકર બહેનો હાજર રહ્યા હતા . આ કાર્યક્રમમાં એજ્યુકેટરને પિયર ને  બેગ, મગ કપ, દિવાલ ઘડિયાળ અને ટિફિન બોક્સ, ફોલ્ડર, પેન અને આર.કે.એસ.કે. કેલેન્ડરનુંવિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતે  ભોજન ની વ્યવસ્થા કરાઇ હતી.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain