બનાસકાંઠા.. પાલનપુર શહેરમાં પોલીસ રેડ કરવા પહોંચતા ગભરાયેલી બે યુવતીઓએ ત્રીજા માળેથી છલાંગ લગાવી

બનાસકાંઠા.. પાલનપુર શહેરમાં પોલીસ રેડ કરવા પહોંચતા ગભરાયેલી બે યુવતીઓએ ત્રીજા માળેથી છલાંગ લગાવી

પાલનપુર શહેર ના નવા બસ્ટેન્ડ માં ચાલતા કાફેમાં ગેરકાયદેસર પ્રવુતિઓ ચાલતી હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી 

પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ના પી. આર.. ગોહિલ જાણ્યાવ્યું હતું કે અમને બાતમી મળી હતી કે નવા બસ્ટેન્ડ માં અમુક કાફે ચાલે છે જેમાં ફર્સ્ટ ડેટ નામ ના કાફે માં પરદા રાખીને છોકરા છોકરીઓને પ્રાઇવેશી આપવા માટે ગેરકાયદેસર રીતે કામ કરે છે જે બાતમી ના આધારે અમારી ટિમ રેડ કરવા માટે ગઈ હતી ત્યારે બે છોકરીઓ પોલીસ ના ડરથી પાછળની બારીમાંથી છલાંગ લગાવી હતી. જેમને  તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતા 

પી. આઈ .આર બી ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે આ કાફે ઉપરાંત અન્ય જે કાફે માં ગેરકાયદે પ્રવુતિઓ ચાલે છે એની તપાસ પોલીસ હાલ કરી રહી છે હજુ સુધી કઈ સામે આવ્યું નથી 

અને ફર્સ્ટ ડેટ નામ ના કાફે માથી કઈ મળ્યું નથી કારણ કે બે છોકરીઓ કૂદી ગઈ એમાં અફરાતફરી માં અન્ય છોકરા છોકરીઓ ભાગી ગયા હતા હાલમાં કાફેના માલિક ને બોલાવવા માં આવ્યો છે વધુમાં વિગતો આગળની તપાસ બાદ આવશે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain