મહેસાણા : પિતા જ બન્યો હેવાન!! સગા બાપે 17 વર્ષની સગીર પુત્રી પર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી

 મહેસાણા : પિતા જ બન્યો હેવાન!! સગા બાપે  17 વર્ષની સગીર પુત્રી પર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી

મહેસાણામાંથી એક હચમચાવતો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણાના વડસ્મા ગામમાં એક પિતાએ પોતાની 17 વર્ષની સગીર પુત્રીને હવસનો શિકાર બનાવ્યો હતો. પોતાના સગા બાપે સગીર પુત્રીની ગર્ભવતી બનાવી દીધી હોવાની ફરિયાદ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.  મહેસાણા તાલુકાના એક ગામની કોલેજ માં કામ કરતા અને કોલેજ સંકુલમાં જ આવેલ ઓરડીમાં રહેતા આધેડ પિતાએ પોતાની 17 વર્ષની પુત્રીને હવસનો શિકાર બનાવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

 ઘરમાં હાજર કિશોરીને શરૂઆતમાં શારીરિક અડપલા કરનાર પિતાએ હદ વટાવી હતી અને તેની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ મળી છે. પિતાની ધમકીથી ડરીને કિશોરીએ સમગ્ર દુષ્કર્મના મામલે ચૂપકીદી સેવી લીધી હતી. જોકે પેટમાં દુખાવાની ફરિયાદ સાથે જ્યારે મેડિકલ કરાવ્યુ ત્યારે કિશોરી સગર્ભા હોવાનું ખૂલતાં જ પરિવારજનો ચોકી ગયા હતા. કિશોરીની જ્યારે પરિવારે પૂછપરછ કરી ત્યારે તેને પિતાએ પોતાની સાથે દુષ્કર્મ ગુજારીયો હોવાનું કહેતા જ હાજર તમામની હાલત કફોડી બની ગઈ હતી. કિશોરીના ભાઈએ લાઘણજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. 

આ અંગે લાઘણજ PSI કેસર દેસાઈએ જણાવ્યું હતું કે, કિશોરીને લાંબા સમયથી પેટમાં દુખાવાની અને ઉલટી થતી હોવાની ફરિયાદ ઉઠી હતી. બહેનની તબિયત ખરાબ જોઈ તેના મોટાભાઈ તેને સારવાર માટે લઈ ગયો હતા. અહીં મેડિકલ તપાસ દરમિયાન હાજર તબીબી તેને સમજાવીને જ્યારે પૂછપરછ કરી ત્યારે તે રડી પડી હતી. કિશોરીએ તેના પિતા એ જ તેના ઉપર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું કહેતા તબીબ પણ વિચારમાં પડી ગયા હતા. મેડિકલ ચકાસણી દરમિયાન કિશોરી સગર્ભા હોવાનું ખુલતા તબીબે લાંઘણજ પોલીસને જાણ કરી હતી - 

0/Post a Comment/Comments

Stay Conneted

Domain