શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા કલરવ વાર્ષિકોત્સવ- ૨૦૨૪ ઉજવાયો

શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા કલરવ વાર્ષિકોત્સવ- ૨૦૨૪ ઉજવાયો

આજરોજ તારીખ ૨૩/૦૩/૨૦૨૪ ના શ્રી નવજીવન વિકલાંગ શ્રેયાશ્રય ભચાઉ મધ્યે માનવ શિક્ષણ અને સેવા પરબ રૂપે ર્કાર્યરત સંસ્થા જેના દ્વારા સમાજમાં સમાજ વચ્ચે રહેતા વંચિત સમુદાયના બાળકોને શિક્ષણ સેવા અને સંસ્કારી રહેવાનો ઉત્તમ કોટીનું પાયાનું શિક્ષણ આપવાનું આવી રહ્યું છે.

જે દરમિયાન વર્ષના અંતે બાળકોને આપેલ શિક્ષણ અને તેઓમાં છુપાયેલી શક્તિને વિકસિત કરવાનું સ્થાન એટલે કલરવ વાર્ષિકોત્સવ 2024 જેમાં શાળાના 350 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરી વાલીઓ આમંત્રિત મહેમાનો તેમજ શાળાના સ્ટાફને અભિભૂત કર્યા હતા. 

નારી તું નારાયણી આજના સમયમાં શિક્ષણની માંગ વધતો જતો શિક્ષણનો બાળકો ઉપરનો ભાર સોશિયલ મીડિયાનો નિયંત્રિત ઉપયોગ દેશભક્તિના ગીતો રાસ ગરબા તેમજ પિરામિડ આમ 22 જેટલી કૃતિઓ શાળાના સ્ટાફ તેમજ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ. તેમજ સંસ્થા દ્વારા જુનિયર કેજી થી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધી શ્રેષ્ઠ પર્ફોર્મન્સ બતાવનાર વિદ્યાર્થીઓનું શીલ્ડ અને સર્ટીફીકેટ વડે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


શ્રી નવજીવન વિકલાંગ શ્રેયાશ્રય સંચાલિત પરમાબેન ભુરા- માલશી ગડા પરમશાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ-એમ.પી.બી.એસ. કન્યા છાત્રાલય, માતૃશ્રી ભૂમિબેન પ્રેમજી પુંજાભાઈ નિસર માધ્યમિક શાળા, કુમાર છાત્રાલય ભચાઉ, મંદબુદ્ધિ બાળકોની કિલકિલાટ સ્કૂલ હળવદ આ બધા જ એકમોના બાળકો દ્વારા કૃતિઓ રજૂ કરાઈ હતી. 

આ પ્રસંગે સમારંભ ના અધ્યક્ષના સ્થાને સુંદરમ મલ્ટીપેપ લિમિટેડના ડાયરેક્ટર શ્રી અમૃતભાઈ છાડવા રહ્યા હતા વિશેષ ઉપસ્થિતિમાં શ્રી ચાંપશી પુનશી ફરીયા ટ્રસ્ટી શ્રી નમસ્કાર તીર્થ-શ્રી લાલજીભાઈ કરસનભાઈ કારીઆ પ્રમુખશ્રી કલાપૂર્ણ તીર્થ દેવલાલી- શ્રી પ્રકાશકુમાર મગનલાલ બારોટ- શ્રી સમીરભાઈ ગર્ગ પ્રમુખશ્રી અગ્રવાલ સમાજ ગાંધીધામ- શ્રી સંજય ગાંધી ચેરમેન ગ્લોબલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીધામ- શ્રી અમૃતભાઈ નિસર સુલેહ પ્રોડક્શન- ડો.ધર્મેન્દ્ર પરમાર તેમજ શ્રી મનોજભાઈ શ્રીમાળી જેવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ જોયા અને જાણ્યા બાદ શ્રી સમીર ગર્ગ દ્વારા ₹1,00,000 દાન રાશી સંસ્થાને આપવામાં આવ્યું હતું. અને તેઓએ હંમેશા સંસ્થાને સહકાર આપવાની ખાતરી પણ આપી હતી. આ સમયે ઉપસ્થિત ચાપશી પુનશી ફરિયા દ્વારા ₹31,000 નું દાન રાશી આપવામાં આવ્યું હતું. તેમજ આ સમયે લાલજીભાઈ કરસનભાઈ દ્વારા દિવ્યાંગ બાળકોને ₹4,000 નું ઇનામ સ્વરૂપે આપવામાં આવ્યું હતું.

આમ દાતાઓ દ્વારા ધન રાશી આપી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી આ પ્રસંગે સંસ્થાના પૂર્વ પ્રમુખ અમૃતભાઈ છાવડા દ્વારા વક્તવ્યમાં જણાવવામાં આવ્યું હતું કે *સંસ્થાના સ્થાપક શ્રી જીતુભાઈ જોશી* શિક્ષણની જ્યોત જગાવી કોઈના કોઈ રૂપે લોકોને મદદરૂપ થવા તેમની ભાવના રહી છે આ સંસ્થાના શરૂઆતમાં એમની પાસે જ્યારે કાંઈ પણ પૈસો નહોતો  ત્યાંથી લોક કલ્યાણ માટે સંઘર્ષ કરી માત્ર સકારાત્મક વિચારો રાખી કાર્ય કરતા રહ્યા તેમજ તેમની મહેનતને પણ ખૂબ નજીકથી જોઈ છે જેના પરિણામ સ્વરૂપ આજે અનેક મધ્યમ વર્ગના પરિવારોના બાળકો માટે સંસ્થા વટ વૃક્ષ બની છે. આ સમયે સંસ્થાના મંત્રી શ્રી જીતુભાઈ જોશી દ્વારા આવકાર અને અભિવાદન કરવામાં આવ્યું હતું દાતાઓ અને લાભાર્થીઓ વચ્ચે સેતુ બની કાર્ય કરવાનો અવસર ઈશ્વરે મને આપ્યો છે જે ભક્તિમય ભાવથી નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યો છું ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યોં છું સૌનો સાથ અને સહયોગ જન કલ્યાણના  ઉત્તમ કાર્ય માટે મળતો રહે. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી જયાબેન શાહનું અભિવાદન કરવામાં આવ્યું હતું. 

કાર્યક્રમના અંતે આભાર દર્શન પરમશાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના પ્રિન્સિપાલ શ્રીમતી જ્યોત્સનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના અમરતભાઈ ,વિશાલભાઈ જોશી, તૃપ્તિબેન, અલકાબેન, બળવંતભાઈ જોષી તેમજ શિક્ષક મિત્રો દ્વારા અને પરમશાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના સ્ટાફ સંસ્થાના સંનિષ્ઠ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. 

કાર્યક્રમના અંતે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ સૌ છુટા પડ્યા હતા. કાર્યક્રમના અંતમાં વાલીઓ દ્વારા કાર્યક્રમનો આનંદ અને ખૂબ પ્રશંસા કરી હતી.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain