ભચાઉ ટી.બી. યુનિટ દ્રારા વિશ્વ ટી.બી.દિવસ ની ઉજવણી કરાઈ.

 ભચાઉ ટી.બી. યુનિટ દ્રારા વિશ્વ ટી.બી.દિવસ ની ઉજવણી કરાઈ.

 ૨૪ માર્ચ વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે સી.એચ.સી. ભચાઉ માં જિલ્લા ટી.બી.અધિકારી ડો.મનોજ દવે ,તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંગ  અને  સી.એચ.સી.અધિક્ષક ડો.કુમાર  ના માર્ગદર્શન અંતર્ગત આજ રોજ  કાર્યક્રમ નું આયોજન કરેલ.  કાર્યક્રમ  માં  ૨૦૨૩ ની એન.ટી.ઇ.પી. માં સારી કામગીરી બદલ વિવિદ્ય કેડર નું સન્માનપત્ર  દ્વારા સન્માન કરવા માં આવેલ .જેમાં ડો.અનિલ મેવાડા  ,ડો. નિખિલેશ પટેલ (વાગડ વેલ્ફેર )  ,ડો. કે.કુમાર , ડો.ધૈર્ય ઠક્કર (સી.એચ.સી.ભચાઉ ) ,ડો. મૌલિક (દિશાન લાઇફ), ડો. હરેશ પરમાર (સામખીયારી), લેબ ટેક  કૃતિકા શાહ ( આધોઇ ), આરોગ્ય કાર્યકર ભાવેશ ચુડાસમા ( આધોઇ ), શાંતિબેન રબારી ( જંગી ) સી.એચ.ઓ. પાર્થ પટેલ  (નાની ચિરઈ ) ચંપાબેન ( આશા, મેઘપર )ને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનીત કરાયા હતા.

સાથે પોષણ કીટ ના દાતાઓ ( નિક્ષય મિત્ર )  શ્રી  મોગલધામ ( કબરાઉ ) , રઘુભા વાઘેલા , જશાભા ગઢવી  દ્વારા ટી.બી.ના જરૂરત મંદ દર્દી ને રાશનકીટ અને પ્રોટિન પાવડર વિતરિત કરવામાં આવેલ કાર્યક્રમ નું  સંચાલન , વ્યવસ્થા  તાલુકા હેલ્થ સુપરવાઈઝર  દિપકભાઈ દરજી, નિલેશભાઈ , લેબ ટેક  પ્રદીપ પટેલ,એસ.ટી.એલ.એસ.પ્રેમભાઈ પંડ્યા, એસ.ટી.એસ. રાજુભાઇ પટેલ , ટી.પી.ટી.કાઉન્સેલર  રામભાઈ , દિશા સુથાર  દ્વારા કરાઈ હતી. 

તાલુકા હેલ્થ ઓફિસર દ્રારા ટી.બી.મુક્ત ભારત ૨૦૨૫ ના ધ્યેય ને સિદ્ધ કરવા  સહયોગ આપવા માટે જરૂરતમંદ લોકો ને પોષણ કીટ આપતા દાતાઓ ( નિક્ષય મિત્ર ) અને નિદાન , સારવાર માં   ખૂબ સારી કામગીરી માટે સન્માનિત ડોકટર શ્રી ઓ , આરોગ્ય સ્ટાફ ને અભિનંદન આપી દેશ ને ટી.બી.મુક્ત કરવા ના કાર્ય માં નિષ્ઠા પૂર્વક શ્રેષ્ઠ  કામગીરી બદલ બિરદાવેલ અને વધુ માં વધુ લોકો નિક્ષય મિત્ર બની આ સેવાકીય કાર્ય માં સહયોગ આપે તે માટે અપીલ કરેલ.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain