ભચાઉ મધ્યે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બેસ્ટ પીયર એજ્યુકેટર, બેસ્ટ એમ્બેસેટર એવોર્ડ એનાયત કરાયા.

ભચાઉ મધ્યે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બેસ્ટ પીયર એજ્યુકેટર, બેસ્ટ એમ્બેસેટર એવોર્ડ એનાયત કરાયા.

આજ રોજ માનનીય પ્રાંત સાહેબ ભચાઉ ના અઘ્યક્ષ સ્થાને આર.કે.એસ.કે પ્રોગ્રામ અંતર્ગત બેસ્ટ પીયર એજ્યુકેટર ઍવોર્ડ તેમજ આયુષ્ય માન ભારત અંતર્ગત સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ ના બેસ્ટ એમ્બેસેટર ને ઍવોર્ડ આપવા માં આવ્યા.

આ કાર્યક્રમ માં માનનીય પ્રાત અધિકારી શ્રી બાલ મુકુંદ સૂર્યવંશી સાહેબ, ટી.એચ.ઓ ડો. નારાયણ સિંગ , તાલુકા શિક્ષણ અધિકારી, બી.આર.સી .શ્રી વિજયભાઈ પંડ્યા આઈ.સી.ડી.એસ. વિભાગમાંથી, સામખીયારી મેડિકલ ઓફિસર ડો હિરેન પડવી , આર.બી.એસ. કે ડો. નેહલ ડાંગર, તાલુકા હેલ્થ  સુપરવાઈઝર દીપકભાઈ દરજી, સી.એચ.ઓ નોડેલ તેજસભાઈ રાઠોડ , એડ઼ોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર કીરેન પાતર, દિશા સુથાર હાજર રહ્યા હતા.

જેમાં ભચાઉ તાલુકા ની  શાળા માંથી ચાર શિક્ષકો ને બેસ્ટ એમ્બેસેટર નો ઍવોડ આપવા માં આવ્યો જેમાં પુજાબેન ઓઝા, ગુણાતીપુર પ્રા. શાળા, નિર્મલભાઈ સુતરીયા, ગઢડા પ્રા. શાળા, અંકિતાબેન પટેલ, સામખીયારી ગર્લ્સ પ્રાઈમરી સ્કૂલ, રોશનીબેન પ્રજાપતિ, જનાન પ્રા. શાળા ને ઍવોર્ડ આપવા માં આવ્યા.

ભચાઉ તાલુકા ગામો માં પીયર એજ્યુકેટર ની ભૂમિકા ભજવતા હતા તેમાંથી જાદવ રિદ્ધિ (લાયન્સ નગર, ભચાઉ )ઢીલા રૂપલ (ચોબારી), વાળદ રૂપલ (મેધપર), મેરિયા કિશન (ચોબારી), પ્રજાપતી યશ (જુના કટારીયા )ભરવાડ ક્રિષ્નાકુમાર (આધોઇ ), પંડ્યા ભકતીબેન (લાકડિયા), ગાંધી દિવ્યાબેન (વોન્ધ), પ્રજાપતિ મિત્તલ (આધોઇ)ને બેસ્ટ પીયર એજ્યુકેટર નો ઍવોર્ડઆપવા માં આવ્યા હતા. એવોર્ડ વિજેતાઓ ને પ્રાંત અધિકારી શ્રી દ્રારા અભિનંદન પાઠવવામાં આવેલ.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain