ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભચાઉ મધ્યે યોજાયો યોગ સંવાદ કાર્યક્રમ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભચાઉ મધ્યે યોજાયો  યોગ સંવાદ કાર્યક્રમ

ભચાઉ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના માધ્યમથી તારીખ ૨૩/૦૨/૨૦૨૪ ના  યોગ સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કચ્છ જિલ્લાના  જિલ્લા કોર્ડીનેટેર શ્રી ભૂપતસિંહ સોઢા ની અધ્યક્ષતા માં યોજવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતના દરેક ગામડાંઓ ના ઘર ઘર સુધી યોગ  પહોચાડવા યોગ સંવાદના કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે ભચાઉ મધ્યે જૈન સોસાયટી  વિવિધ લક્ષી હોલ મધ્યે યોગ કોચ સંતરામભાઈ  અને સુરેશભાઈ સોની ભચાઉ વાળા ની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં આ કાર્યક્રમ ને નિહાળવા લોકો  ઉપસ્થિતિ રહ્યા હતાં.



કચ્છ જિલ્લાના કોર્ડીનેટેર શ્રી ભૂપતસિંહ  સોઢા દ્વારા યોગ શું છે અને યોગનું જીવનમાં શું મહત્વ છે એ બાબતે સૌ ને વિગતવાર માહિતગાર કર્યા હતા. યોગના માધ્યમથી લોકો સ્વસ્થ બને નિરોગી બને એ વિષય ની સમજ પૂરી પાડી હતી. યોગ બાબતે અવેરનેસ  આવે અને લોકો યોગમય બને એવા પ્રયાસો સાથે મળી ને કરીશું એવો વિચાર ભચાઉ નગરજનો સમક્ષ વ્યક્ત કર્યો હતો આવું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના કચ્છ  જિલ્લા મીડિયા કન્વીનર શ્રી કપિલભાઈ વ્યાસ તેમની યાદીમાં જણાવાયું હતું.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain