રણકાંઠે અનશનની ચીમકી કચ્છના નાના રણમાં ગેરકાયદે મીઠાના અગરોથી માલધારીઓના પશુઓને મુશ્કેલી, ૮ ગામના લોકોએ તંત્રમાં રજૂઆત કરી

રણકાંઠે અનશનની ચીમકી કચ્છના નાના રણમાં ગેરકાયદે મીઠાના અગરોથી માલધારીઓના પશુઓને મુશ્કેલી, ૮ ગામના લોકોએ તંત્રમાં રજૂઆત કરી 

કચ્છના નાના રણ વિસ્તારમાં મીઠાના અગરો બની જતા ઊંટ સહિતના પાલતુ પશુઓના નિભાવ અને આવાગમન માટેના રસ્તાઓ બંધ થઈ જવાથી માલધારી વર્ગને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવી ગાગોદર, કાનમેર સહિતના 8 ગામના અગ્રણીઓએ ભચાઉ પ્રાંત કચેરી ખાતે લેખિત રજૂઆત કરી મીઠાના અગરો ઉપર કાર્યવાહી થવા માગ કરી હતી. રજૂ કરાયેલા આવેદનપત્રમાં જો તાકીદની કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો આગામી તા. ૧૨ થી આ વિસ્તારની રણકાંધીએ દર્શાવેલા નામો વાળા તમામ અનશન પર ઉતરવાની લેખિત જાણ કરવામાં આવી હતી. 

તંત્રને પાઠવેલ આવેદન પત્રમાં દાવો કરાયો છે કે  છેલા ઘણા સમયથી મીઠાના અગર ધારકો નાના રણમાં દબાણ કરતા, ચાલુ વર્ષમાં અત્યાર સુધી તમામ દરીયાના રસ્તા બંધ કરી નાખેલ છે. તો માલધારી પશુધન વાળા ઊંટ, ગાય, ભેસ, તથા અન્ય પશુધન ચેરવનસ્પતી ઘાસનું ચારિયાન કરી શકતા નથી.  પુસકડ પ્રમાણમાં જંગલ હતું તેનો નાશ કરેલ છે. માલધારીઓ તો નબળા  વર્ષના કારણે ચેર વનસ્પતીનું ઘાસ ચારા તરીકે ઉપયોગ કરે છે. ગાય ભેંસ બકરા- ઘેટા વિગેર સુકા ધાસ ખાઈને જીવન ચલાવી શકે છે પરંતુ ખારાઈ ઊંટનો મુખ્ય ખોરાક ચેર વનસ્પતી છે. 

ચેરના વન તરફ મીઠાના દબાણોના કારણે ઊંટ માલધારીઓ ઉપર વધારે અસર જોવા મળે છે. તેમજ રણ વિસ્તારના ખુડખર અભ્યારણના પ્રાણીઓને કુદરતી રહેણાંક માં અસર પડી શકે છે. પશુઓના જીવન ને સત્યનાશ કરી રહયા છે.  

કાંઠા વિસ્તરના માલધારીઓ અને અગરિયા પરિવારોને પણ મોટી અસર પડી રહી છે. આ તમામ પ્રશ્નોના ઉકેલ લાવવા તંત્રમાં ૮ ગામના લોકોએ રજૂઆત કરી હતી. જેમાં અરજ કરતા (૧) શીવુભા દેશળજી જાડેજા, રામવાવ, તા. રાપર(૨) રામજી રાણા ભાટી. કાનમેર,તા.રાપર (૩) વીરમભાઈ જખરાભાઈ રબારી  (ભુવાજી)  ચિત્રોડ, તા. રાપર (૪) અભરામ હુસૈન જેડા  માળીયા, તા. માળીયા (૫) ભરતભાઈ ખેંગાભાઈ પાટડીયા  બાલાસરી, તા.રાપર(૬) કિશોરસિંહ ભાવસિંહ જાડેજા નલીયા ટીંબા, તા.રાપર (૭) ડાયાભાઈ વિશાભાઈ રજપુત, રહે. મુ.પો. પલાસવા, તા.રાપર(૮) બળદેવ ગેલાભાઈ રાઠોડ કાનમેર, તા.રાપર દ્વારા આગામી તા. ૧૨ ના અનશન આંદોલનની તૈયારી દર્શાવી છે.



0/Post a Comment/Comments

Stay Conneted

Domain