ભચાઉના બોર્ડિંગ માર્ગે એસઆરપી જવાનના મૃત્યુ અકસ્માત નહિ પરંતુ હત્યા હતી, સપ્તાહ બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

 ભચાઉના  બોર્ડિંગ માર્ગે એસઆરપી જવાનના મૃત્યુ અકસ્માત નહિ પરંતુ હત્યા હતી, સપ્તાહ બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

ભચાઉ નગરની ભાગોળે બોર્ડિંગ વાળા માર્ગે ગત તા. 29ના નજીકના એસઆરપી કેમ્પસમાં  એએસઆઈ તરીકે ફરજ બજાવતા મૂળ ધોલેરાનાં 54 વર્ષીય વાસુદેવ જી ચુડાસમાંનો  મૃતદેહ મળી આવ્યો હતો.  ભચાઉ પોલીસે લાશનો કબ્જો મેળવી વધુ તપાસ માટે ભચાઉ સરકારી દવાખાને ખસેડાયો હતો, જ્યાં મૃતકના પોસમોર્ટમ રિપોર્ટમાં એસઆરપી જવાનનું મોત અકસ્માત કે કુદરતી નહિ પરંતુ શરીરમાં આંતરિક ઇજાઓ દ્વારા થયું હોવાનું બહાર આવ્યું હતું. રિપોર્ટ અને મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ઈસમો સામે હત્યાની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 ભચાઉ પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ એસઆરપી કેમ્પસથી બોર્ડિંગ વાળા રેલવે નાળા તફના માર્ગે તા. 29ના વહેલી સવારે એસઆરપીના એએસઆઈ વાસુદેવ ચુડાસમાનું છાતી અને પીઠના ભાગે માર મારવાથી થયેલી ઇજાઓના કારણે મોત થયું હોવાનું પોસમોર્ટમ રિપોર્ટમાં ખુલતા મૃતકના 58 વર્ષીય ભાઈ   હરપાલ સિંહ જગડીશસિંહ ચુડાસમા  રે. ધોલેરા જી. અમદાવાદ ની ફરિયાદના આધારે ભચાઉ પોલીસે અજાણ્યાં ઈસમો સામે હત્યાની કલમો તળે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધર્યા છે. 

ઉલ્લેખનીય છે કે હતભાગી આધેડ  માર્ગ પરથી મોઢા સમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા, એક તબક્કે મરણ જનાર પીઠ ઉપર બેગ લટકાવી પગપાળા જતા હોય અને કોઈ કારણોસર માર્ગ ઉપર આગળની તરફ પડી જતા મૃત્યુ પામ્યા હોય તેવુ જણાઇ આવ્યું હતું, જેના પરથી પોલીસે અકસ્માતે મોત નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં આખરે અકસ્માત નહિ પરંતુ હત્યા થઈ હોવાનું ખુલવા પામ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે એક વાહન સાથે કેટલાક ઇસમોને રાઉન્ડપ પણ કર્યા છે. જોકે પોલીસે આ વાતનો ઇનકાર કર્યો હતો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain