કચ્છ જીલ્લા ના ભચાઉ તાલુકાન મામલતદાર કચેરી માં રેવન્યુ વિભાગમાં મોટી રકમની દલાલી વહીવટમાટે વચેટીયા ઓની બોલબાલા

કચ્છ જીલ્લા ના ભચાઉ તાલુકાન મામલતદાર કચેરી માં રેવન્યુ વિભાગમાં મોટી રકમની દલાલી વહીવટમાટે વચેટીયા ઓની બોલબાલા

મામલતદાર ઓફીસ માં જેને કામ કરાવવાનો હોય તે ફિક્સ માણસો દ્વારા આવે તો ઝડપથી નોંધ ની એન્ટ્રી થાય નહીતર ધર્મ ધક્કા ખાવા પડે

ગુજરાત સરકાર ના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી જેમ ઓચિંતી રેડ કરી પકડતા તેવી હાલની સરકાર ના મંત્રી રેડ કરે તો મસમોટા ભ્રષ્ટાચારની પોલ પકડાઈ તેવી ચચૉઓ ટોક ઓફ ધ ટાઉન બની

કચ્છ ભચાઉ પૂર્વ કચ્છના ભચાઉની મામદતદાર અને પ્રાંત કચેરીની બહાર વચેટિયાઓના જમાવડાથી વ્યહવાર કરવા સિવાય કોઈ કામ આગળ વધતું ન હોવાની ચર્ચાઓ વહેવા લાગી કિમતી જમીન ઉપર ભૂમાફિયાઓનો કબજો આડેધડ અપાતી મંજૂરી અને ગેરરીતિની રાવ આ બાબતે જાગૃત જાણકારોના કહેવા મુજબ ભચાઉ પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી બહાર એજન્ટોનું રાજ વધી જતા વચેટીયા અને વહીવટીની મદદથી ગેરરીતે આચરાતી હોવાનું સ્થાનિક લોકો દ્રારા ચર્ચાઓ થઈ રહિ છે લોકો દ્રારા મળતી માહિતી વધુમાં લોકો નસ જાણ બહાર તુમની જમીનોમાં અન્ય નામોની વારસાઈ નોંધો પડી જાય છે કે શુ? જયારે જવાબદારો દ્વારા પણ કાગળો જોવાની તસ્દી ન લેવાના મોટા જમીન કૌભાંડો આચરાઈ રહ્યા હોવાનું આક્ષેપ કરાયો છે 

જો ઉચ્ચકક્ષાએથી કડક સૂચના આપવામાં આવેતો નીચલી કક્ષાએથી થતો વહિવટ અને ગેર કાયદેસર થતા કામો પણ અટકી શકે તેમ જણાવાયું હતું અત્રે ઉલ્લેખનીય છે. તાલુકામાં કિંમતી સરકારી જમીન ઉપર ભૂમાફિયાઓ પોતાનો કબ્જો જમાવી બેઠા છે. ઘણી વખત ભૂમાફિયાઓ સામે ગરીબ વર્ગની સજકની ઘટના પણ બને છે. ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં બે માળની મંજુરી નથી મળતી ત્યાં ત્રણ માળ બની ગયા ની પરમિશન કોણ આપે છે? જેમાં કોની મીઠી નજર કામ કરી ગઈ એ પણ તટસ્થતાથી તપાસ થાય અને સરકારી કચેરીઓની બહાર જે વચેટીયા રાજચાલે છે તે બંધ થાય તેવું સ્થાનિક લોકો ઈચ્છી રહ્યા હોવાની લોક માંગણી ઉઠી છે - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain