“ત્રણ વાત તમારી, ત્રણ અમારી’” અંતર્ગત ઔધોગિક એકમ આરતી ઇન્ડસ્ટ્રીઝ ખાતે કાર્યક્રમનું આયોજન કરતી ભચાઉ પોલીસ

 “ત્રણ વાત તમારી, ત્રણ અમારી’” અંતર્ગત ઔધોગિક એકમ આરતી ઇન્ડસ્ટ્રીઝ ખાતે કાર્યક્રમનું આયોજન કરતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ગાંધીધામ નાઓએ દરેક પોલીસ સ્ટેશનમાં “ત્રણ વાત તમારી, ત્રણ અમારી” કાર્યક્રમ કરવાની આપેલ સુચના અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ભચાઉ વિભાગ, ભચાઉ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ઇ.પોલીસ ઇન્સપેકટર જે.બી.બુંબડીયા નાઓ દ્વારા ભચાઉ પોલીસ સ્ટેશનના વિસ્તારના ઔધોગિક એકમ આરતી ઇન્ડસ્ટ્રીઝ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં આરતી ઇન્ડસ્ટ્રીઝ ના લેબર કોન્ટ્રાકટરો તથા લેબરો તથા મેનેજમેન્ટ સ્ટાફ સહભાગી બનેલ જે અંતર્ગત,

ત્રણ વાત તમારી (૧)રાત્રી દરમ્યાન ઔધોગિક વિસ્તાર તથા લેબર કોલોનીમાં પોલીસ પેટ્રોલીંગ રાખવું (૨)કોઈપણ બનાવ બને તો તાત્કાલિક રીસ્પોન્સ આપવો (૩)લેબર વેરીફીકેશનમાં ૭ દિવસનો સમય આપવો.

ત્રણ વાત અમારી (૧)લેબર તેમજ કોન્ટ્રાકરો સાયબર ક્રાઈમ ફોડનો ભોગ ન બને તે માટે કોઈપણ બેન્ક અથવા અજાણ્યા નંબરથી આવતા ફોન તથા વોટસએપ કોલ ઉપર ઓ.ટી.પી. કે અન્ય વિગતો શેર ન કરવી.(૨) લેબર તેમજ કોન્ટ્રાકરોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું તેમજ ટુ-વ્હિલર પર હેલ્મેટ અવશ્ય પહેરવા અપીલ કરવામાં આવી.(૩) લેબર તેમજ કોન્ટ્રાકરોને વ્યસનમુક્ત રહેવા માટે અપીલ કરવામાં આવી.

જે કાર્યક્રમ અંતર્ગત ઉપરોક્ત ઔધોગીક એકમમાં કામ કરતાં ત્રણ મુદ્દાઓ અને પોલીસ વિભાગની અપેક્ષાઓ પર ચર્ચા કરવામાં આવેલ અને ટ્રાફિક અવેરનેસ તેમજ સાયબર ક્રાઈમ અવેરનેશ તથા વ્યસનમુક્તિ અંગે ચર્ચા કરવામાં આવી તથા સાયબર ક્રાઇમ જાગૃતિ અંગે પેમ્પલેટની વહેચણી કરવામાં આવેલ તેમજ ઇન્ડસ્ટ્રીઝ ના મેડીકલ સ્ટાફ દ્વારા હાર્ટએટેક જેવી ઈમરજન્સીમાં એકબીજાને મદદરૂપ થવા માટે સી.પી.આર.તાલીમ આપવામાં આવેલ. તેમજ સમસ્યા બાબતે લેબર કોલોનીમાં પોલીસનું સઘન પેટ્રોલીંગ કરી કરવા નિર્ણય કરેલ.તથા કોઈ બનાવ બન્યે તાત્કાલિક પોલીસને જાણ થયેથી ત્વરીત રીસ્પોન્સ આપવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવી તેમજ આપેલ સુચનાઓનું ચુસ્ત પાલન થાય તેવી અપીલ કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં આશરે ૧૧૦ માણસો હાજર રહેલ.

ઉપરોક્ત કામગીરી ઇ.પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી.બુબડીયા તથા પો.સબ.ઇન્સ ડી.જે.ઝાલા તથા કે.બી.તરાર તથા ભચાઉ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain