મિલ્કત સબંધી તથા શરીર સબંધી ગુનામાં સંડોવાયેલ આરોપીઓના ઇન્ટ્રોગેશનનું આયોજન કરતી ભચાઉ પોલીસ

 મિલ્કત સબંધી તથા શરીર સબંધી ગુનામાં સંડોવાયેલ આરોપીઓના ઇન્ટ્રોગેશનનું આયોજન કરતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ભચાઉ વિભાગ, ભચાઉ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના ઇ.પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી.બુંબડીયા નાઓએ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે કે તેથી વધુ ગુનામાં પકડાયેલ મિલ્કત સબંધી આરોપીઓ તથા ખુન-ખુનની કોશિષ,ધાડ,લુંટના ગુનામાં જામીન ઉપર છુટેલ આરોપીઓને ભચાઉ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવેલ જેમાં કુલ નીચે જણાવ્યા મુજબના હેડ વાઇઝ આરોપીઓ હાજર રહેલ.તેમજ આવેલ તમામ આરોપીઓનું પોલીસ રોલકોલમાં ઇન્ટ્રોગેશન કરી તેઓનું ઇન્ટ્રોગેશન ફોર્મ ભરવામાં આવેલ તેમજ આવા ગુના કરનાર આરોપીઓના સમાજમાં, કુંટુબમાં બદનામી થાય છે તેમજ કુંટુબ બાળકો વિગેરે પરિવારના સભ્યોને પણ નકારાત્મક અસર થાય છે.જેથી આવા આરોપીઓ સારૂ જીવન જીવે તેમજ ફરીથી આવા ગુના ન કરે તે અંગે સમજ આપવામાં આવી.

હાજર રહેલ આરોપીઓ -: (૧) મિલ્કત સબંધી ગુનાના આરોપીઓ ૧૬ (૨) ખુન-ખુનની કોશિષના આરોપીઓ ૩ (૩) લુંટ,ધાડના ગુનાના આરોપીઓ - ૦૭ કુલ હાજર રહેલ આરોપીઓની સંખ્યા - ૨૬

આ કામગીરી ઇ.પોલીસ ઇન્સ્પેકટર જે.બી.બુંબડીયા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.જે.ઝાલા તથા કે.બી.તરાર તથા વી.કે.મહેશ્વરી તથા ભચાઉ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain