શંકાસ્પદ હર્બલ ટોનીકની કુલ બોટલો નંગ-૧૯૦૦ જેની કિં.રૂ ૨૨૮૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી ભચાઉ પોલીસ

 શંકાસ્પદ હર્બલ ટોનીકની કુલ બોટલો નંગ-૧૯૦૦ જેની કિં.રૂ ૨૨૮૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાંબડા સાહેબ ભચાઉ વિભાગ, ભચાઉ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબિશનની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ તેમજ ભચાઉ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર  જે.બી.બુંબડીયા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે જીવાભા વેલાભા ગઢવી રહે.માનસરોવર વિસ્તાર ભચાઉ વાળાએ પોતાના રહેણાંક મકાનમાં શંકાસ્પદ હર્બલ ટોનીકનો જથ્થો રાખેલ છે જે બાતમી હકિકત આધારે પંચો તથા પોલીસ સ્ટાફ સાથે સદરહું જગ્યાએ જઇ તપાસ કરતાં શંકાસ્પદ હર્બલ ટોનીક નો જથ્થો મળી આવતા આ મુદામાલમાંથી એક બોટલ સેમ્પલ અર્થે એફ.એસ.એલ માં મોકલવા તજવીજ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

મુદ્દામાલ કબ્જે કરેલ વ્યક્તિનું નામ: (૧) જીવાભા વેલાભા ગઢવી ઉ.વ.૪૫ રહે.માનસરોવર વિસ્તાર ભચાઉ

કબ્જે કરેલ મુદ્દામાલ: (૧) હર્બલ ટોનીક સિરપની બોટલો નંગ-૧૯૦૦/- જે કિં.રૂ ૨,૨૮,૦૦૦/- કુલ કિ.રૂ: ૨,૨૮,૦૦૦/-

આ કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી.બુંબડીયા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain