ભચાઉથી અજાણી કારમાં બેસેલી મહિલા માન માન બચી

ભચાઉથી અજાણી કારમાં બેસેલી મહિલા માન માન બચી.

ગુજરાત માં  મહિલા ઓની સુરક્ષા બાબતે ચિતા કરવાનો આવ્યો સમય 

અમદાવાદ જતા રસ્તા માં એક મહિના વકીલ ને  કારચાલક એ ચાલુ ગાડીએ મોબાઇલ માં અશ્રલિલ ફોટા બતાવી બાદ ઈરાદા થી ચચૉ ટોક ઓફ ધ ટાઉન

ઉત્તર ગુજરાતની મહિલાને અમદાવાદના કારચાલકનો કડવો અનુભવ

ચાલકે મોબાઈલ ફોનમાં અશ્લીલ ફોટા જોવાનું ચાલુ કરી કારને લોક કરી નાખી હતી

ઉતર ગુજરાતના મહિલા ધારાશાસ્ત્રી તેની માતા સાથે કામસર ભચાઉ આવ્યા પછી ગત તા.૩૦ના ભચાઉથી અમદાવાદ જવા માટે કારમાં રવાના થયા હતા. જોકે, માર્ગમાં કાર ચાલકની દાનત બગડતાં તેણે અશ્લીલ હરકતો શરૂ કરતાં ટોલ નાકા પાસે કારમાંથી ઉતરીને સામખિયાળી પોલીસમાં ફરિયાદ નોંધાવવી હતી

ભચાઉની કોર્ટમાં કામસર માતા સાથે આવેલા મહિલા ધારાશાસ્ત્રીએ કામ પૂર્ણ થયા બાદ કોર્ટની બહાર અમદાવાદ જવા માટે વાહનની રાહ જોઈને ઊભા હતા. આ દરમિયાનમાં અર્ટીગા કારના ચાલકે અમદાવાદ જતો હોવાનું જણાવ્યું હતું, જેથી મહિલા ધારાશાસ્ત્રીએ ભાડા પેટે રૂ.૫૦૦- ૫૦૦ નક્કી કરી કારની પાછળની સીટમાં માતા સાથે બેસી ગયા હતા. જોકે, ભચાઉથી હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કારના ચાલકની દાનત બગડતાં તેણે માર્ગમાં જ પોતાના મોબાઈલ ફોનમાં મહિલા ધારાશાસ્ત્રીને દેખાય તે રીતે અશ્લીલ ફોટા જોવાના સહિતનું અભદ્ર વર્તન શરૂ કયું હતું. 

આથી, મહિલા ધારાશાસ્ત્રીએ કાર થંભાવવાનું કહેતા ચાલકે કારને લોક કરી દીધી હતી પરંતું મહિલા ધારાશાસ્ત્રીએ હિંમત અને યુક્તિપૂર્વક આગળ પોલીસ ચેકિંગમાં કારચાલકને પકડાવાની બીક દેખાડતાં ટોલ નાકા પાસે માતા અને પુત્રી કારમાંથી ઉતારી દીધા હતા. બાદમાં તેઓ અન્ય રીતે અમદાવાદ પહોંચ્યા હતા અને ગત સોમવારે સામખિયાળી પોલીસમાં અરજી આપ્યા બાદ ગંભીર મામલામાં ગુરુવારે સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પીએસઆઈ વી. આર. પટેલ તથા સ્ટાફના અરવિંદભાઈ પ્રજાપતિ અને હરીશભાઈ રાઠોડે કારચાલકની શોધ આરંભી અમદાવાદમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતાં ગજેન્દ્રસિંહ હિંમતસિંહ ચૌહાણ (રહે.ઉદેપુર, રાજસ્થાન)ને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






0/Post a Comment/Comments

Stay Conneted

Domain