ભચાઉ તાલુકાના ભરૂડિયા,ચોબરી અને મનફરા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું પુરજોર સ્વાગત કરવામાં આવ્યું.

 ભચાઉ તાલુકાના ભરૂડિયા,ચોબરી અને મનફરા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું પુરજોર સ્વાગત કરવામાં આવ્યું. 

તારીખ 27 અને 28 નવેમ્બર 2023 ના રોજ ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોચ્યો. જેમાં ગામોગામ રથ ફેરવી સરકારશ્રી ની વિવિધ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY), પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY), આયુષ્માનકાર્ડ – આરોગ્ય વિષયક, ખેતીવાડી ધિરાણ વિષે, સખી મંડળીઓને ધિરાણ વિષયક, વાસ્મો, બેંક ધિરાણ, પશુ પાલન ધિરાણ, શિશુ પોષ્ટિક આહાર વિતરણ, સ્ત્રી સશક્તીકરણ,  પ્રધાનમંત્રી સુરક્ષા કવચ યોજના વગેરે વિષે ગ્રામજનોને પૂર્ણ માહિતી સહ લાભાર્થીઓ ને વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી. 

સાથે “અમારો સંકલ્પ વિકસિત ભારત ની સપથ” – ભારત દેશને વર્ષ ૨૦૪૭ સુધી વિકસિત અને અત્મનિર્ભરતા ના સર્વોચ શિખરે પહોચાડવા, ગુલામી ની માનસીકતા ને જળમૂળ થી ઉખાડી ફેકવા, દેશના સમૃદ્ધ વારસા પર ગર્વ કરવાં, ભારતની એકતાને સુદ્રષ્ઠ કરશું અને દેશની રક્ષા કરવાં વાળાનું સન્માન કરીશુ તથા ભારતીય નાગરિક હોવાના કર્તવ્ય નિભાવીશું એવી સપથ લેવામાં આવી હતી.

જેમાં તાલુકા વિકાસ અધિકારી TDO સાહેબ શ્રી એ. જે. સોલંકી, શ્રીમતી કૃપલીબા ઉપેન્દ્રસિંહ જાડેજા – ભરૂડિયા સરપંચ, શ્રીમતી પાર્વતીબેન ઢીલા – ચોબારી સરપંચ, શ્રીમતી હીરૂબેન પરમાર – મનફરા સરપંચ, ગામના આગેવાનો, બહોળી સંખ્યામાં ગ્રામજનો, તેમજ  બેંક ઓફ બરોડા મેનેજરશ્રી, સ્થાનિક ગેસ અજેન્સી મે. આધ્યશક્તિ ગેસ સર્વિસ એચ.પી. ગેસ – ભચાઉના સંચાલક  નરવીરસિંહ સજુભા જાડેજા હાજર રહી મહત્વની માહિતીઓ આપ-લે કરી હતી - તસ્વીર  અલ્પેશ પ્રજાપતિ ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain