ચિત્રોડ ગામે મોમાય માતાજીના મંદિરમા પ્રવેશ કરી મૂર્તિ ખંડિત કરી ધાર્મિક લાગણી દુભાવનાર ઇસમને ગણતરીના દિવસોમા પકડી પાડતી ગાગોદર પોલીસ

 ચિત્રોડ ગામે મોમાય માતાજીના મંદિરમા પ્રવેશ કરી મૂર્તિ ખંડિત કરી ધાર્મિક લાગણી દુભાવનાર ઇસમને ગણતરીના દિવસોમા પકડી પાડતી ગાગોદર પોલીસ

પોલીસ અધિક્ષક સાગર બાગમાર  પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ભચાઉ વિભાગ નાઓએ સુચન કરેલ જે અન્વયે ચિત્રોડ ગામે મોમાય માતજીના મંદિરમા મુર્તિ તોડી ખંડીત કરી હોવા બાબતે ગાગોદર પોલીસ સ્ટેશન ખાતે ગુ.૨.નં. ૧૧૯૯૩૦૧૭૨૪૦૦૬૮/૨૦૨૪ ઈ.પી.કો કલમ ૨૫,૪૪૧ મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે બાબતે ગુન્હો તાત્કાલિક શોધી કાઢી અને આરોપી પકડી પાડવા સુચના ડરેલ જે અનુસંધાને ગુન્હાની ગંભીરતા ધ્યાને લઈ ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર વિ.પી.આહીર તથા ગાગોદર પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી સાથે રહી ચિત્રોડ ગામના અલગ અલગ સી.સી.ટી.વી. કેમેરાઓ ચેક કરેલ તથા હ્યુમન સોર્સથી તપાસ કરતા હડીકત મળેલ કે મોમાય માતજીના મંદિરમા મુર્તિ તોડી ખંડીત કરનાર આરોપી પ્રભુભાઈ ધનજીભાઈ બારસણીયા (વાલ્મીડી) રહે.સાલાણીવાસ ચિત્રોડ તા.રાપર કચ્છ વાળો ઇસમ હોય અને જે હાલે સાલાણીવાસ પાસે આવેલ બાવળની ઝાડીમા છે તેવી સચોટ બાતમી હકિકત મળતા પોલીસ સ્ટાફ સાથે સદરહુ બાતમી વાળી જગ્યાએથી આરોપી પ્રભુભાઈ ઉર્ફે મિથુન ધનજીભાઈ ઉર્ફે રાયધણભાઈ બારસણીયા (વાલ્મીકી) ઉ.વ.૨૧ રહે.સાલાણીવાસ ચિત્રોડ તા.રાપર કચ્છ વાળો મળી આવતા ઇસમને પકડી પાડી પોલીસ સ્ટેશન લાવી આરોપીને યુક્તિ પ્રયુક્તિથી ઈન્ટ્રોગેશન કરતા સદર ઈસમે આ ગુનો કર્યાનુ સ્વીકારેલ હોય જેથી આરોપીની ધોરણસર અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી: (૧) પ્રભુભાઈ ઉર્ફે મિથુન ધનજીભાઈ ઉર્ફે રાયધણભાઈ બારસણીયા (વાલ્મીડી) ઉ.વ.૨૧ રહે.સાલાણીવાસ ચિત્રોડ તા.રાપર કચ્છ શોધાયેલ ગુનો: ગાગોદર પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૯૯૩૦૧૭૨૪૦૦૬૮/૨૦૨૪ ઈ.પી.કો કલમ ૨૯૫,૪૪૧ મુજબ

આ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિ.પી.આહીર તથા ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain