ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા શહીદ દિવસ ની ઉજવણી કરવામાં આવી

ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા શહીદ દિવસ ની ઉજવણી કરવામાં આવી


ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા દ્વારા  23 મી માર્ચ 2024 ના રોજ શહીદ દિવસ ની ઉજવણી બારોઇ રોડ મારુતિ માર્ટ મધ્યે કરવામાં આવી હતી આ શહીદ દિવસ ના દિવસે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ જી દેશ પ્રેમ અને બલિદાનને યાદ કરી તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે સાથે મુંદરા નગરજનો પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.


ભારતભર માં શહીદ દિવસ 23 મી માર્ચ ના દિવસે કેમ ઉજવણી કરવામાં આવે તે જણાવતાં ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા ના પ્રમુખ શ્રી પરાગભાઇ સોમપુરા એ કહ્યું હતું કે 23 માર્ચે ત્રણ સ્વાતંત્ર્ય સેનાની શહીદ ભગતસિંહ, શહીદ રાજગુરુ અને શહીદ સુખદેવ ને અંગ્રેજોએ ફાંસી આપી હતી. નાની ઉંમરે આ વીરોએ દેશની આઝાદી માટે લડાઈ લડી અને પોતાના પ્રાણના બલિદાન આપ્યા હતા.. આ સાથે ભગત સિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ ભારતીયો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તેમની ક્રાંતિ અને ઉત્સાહ આજે  પણ પ્રેરણાસ્ત્રોત  છે. આ જ કારણ છે કે ભારતમાં  દર વર્ષે 23 માર્ચે આ ત્રણ મહાન ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદ દિવસ ઉજવે છે.

આ પ્રસંગે પ્રમુખ પરાગભાઇ સોમપુરા, મંત્રી કેતનભાઇ પ્રજાપતિ, વસંતભાઈ પટેલ, ભોજરાજભાઈ ગઢવી, તુષારભાઈ શાહ, રાજેશભાઈ ઠક્કર, ભુષણભાઈ ભટ્ટ, કુલદીપ મોડ, મનોજ પરમાર, મંજુલ.ભાઈ ભટ્ટ સાથે મહિલા સંયોજીકા પ્રિયંકાબેન પ્રજાપતિ, સહસંયોજીકા હેતલબેન ઉમરાણીયા, મમતાબેન શાહ, સુરુચિબેન મોડ, આરતીબેન ભટ્ટ, શેફાલીબેન, સોમપુરા, શિલ્પાબેન ઠક્કર, ઉપસ્થિતિ  રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain