દીકરીને દહેજમાં દોલત નહીં પણ શિક્ષણ આપજો : મુન્દ્રાની બી.એડ. કોલેજના ભાવિશિક્ષકોને અપાઈ શીખ

દીકરીને દહેજમાં દોલત નહીં પણ શિક્ષણ આપજો : મુન્દ્રાની બી.એડ. કોલેજના ભાવિશિક્ષકોને અપાઈ શીખ

મુન્દ્રા, તા.20: આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મુન્દ્રાની બી.એડ. કોલેજમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં કોલેજના પ્રોફેસર ડો. કૈલાશભાઈ નાંઢાએ મહિલા દિન નિમિત્તે સ્ત્રી શિક્ષણની હિમાયત કરતા જણાવ્યું હતું કે દીકરીને દહેજમાં દોલત નહીં પણ ઉચ્ચ શિક્ષણ આપજો જેથી તે પુરુષ સમોવડી બને અને જરૂર પડે તો પગભર પણ બની શકે. આ ઉપરાંત મહિલા જાગૃતિ અંગે ભાવિશિક્ષકો દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે કોલેજના પ્રોફેસર કમળાબેન કામોલ અને મોનાલિબેન પરમારના માર્ગદર્શન હેઠળ મહિલા જાગૃતિ અર્થે મામલતદાર કચેરી, તાલુકા કોર્ટ, મહેશનગરથી કુદરતી ઉપચાર કેન્દ્ર સુધી રેલી કાઢવામાં આવી હતી. જેમાં કોલેજના પ્રોફેસર ડો. દિનેશભાઇ પટેલ, ડો. હિતેશભાઈ  કગથરા, ડો. દીપકભાઈ પંડયા સહિત તાલીમાર્થીઓ જોડાયા હતા. કોલેજના પ્રિન્સિપાલ ડો. એલ. વી. ફફલે શુભેચ્છાઓ પાઠવી હતી.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain