અરાઇઝ ફાઉન્ડેશન દ્વારા સુંદરપુરી પ્રાથમિક શાળાના બાળકો સાથે હોળીની ઉજવણી કરી અંદાજે 350 બાળકોને નાસ્તો, મીઠાઇ, હોળી કીટનું વિતરણ કરવામાં આવ્યું

 અરાઇઝ ફાઉન્ડેશન દ્વારા સુંદરપુરી પ્રાથમિક શાળાના બાળકો સાથે હોળીની ઉજવણી કરી  અંદાજે 350 બાળકોને નાસ્તો, મીઠાઇ, હોળી કીટનું વિતરણ કરવામાં આવ્યું  

ગાંધીધામ : ગાંધીધામના અરાઇઝ ફાઉન્ડેશન દ્વારા અવારનવાર સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે. તાજેતરમાં સંસ્થા દ્વારા હોળીના તહેવાર નિમિત્તે સુંદરપુરી સરકારી પ્રાથમિક શાળાના બાળકો સાથે હોળીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.  અરાઇઝ ફાઉન્ડેનન દ્વારા સુંદરપુરી સરકારી પ્રાથમિક શાળાના અંદાજે 350 બાળકો સાથે હોળીની ઉજવણી કરવામાં આવી હતી. 

જેમાં બાળકોને પૌઆનો નાસ્તો, જલેબી તથા હોળી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ બાળકો સાથે રંગ લગાડી ધુળેટી મનાવાઇ હતી.  આ કાર્યમાં અરાઇઝ ફાઉન્ડેશનના સભ્યો તેમજ આ કાર્યના દાતાઓ તરીકે ડો. કાયનાત અંસારી આથા, બ્રીજેનભાઇ ગોંડલીયા, રાહુલ સોની, મીનાક્ષી ત્યાગી, સોનલ પટેલ, મનાલી પટેલ, દીક્ષા દોશી, સુધા સકસેના, અમિત માહેશ્વરી, આશા અખાણી, ચૈતાલી વસા, નિરંજન પ્રજાપતિ, દિપેન જોડ, વિગ્નેશ નાયડુ, રાધા વૈષ્ણવ તથા મીઠાઇના દાતા ખાવડાના દીપ દાવડા ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો સાથે રંગોના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર ઉજવણી દરમ્યાન સુંદરપુરી સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય હીરેન પંચાલ તથા તમામ શિક્ષકોનો સાથ સહકાર સાંપડયો હતો. 

0/Post a Comment/Comments

Stay Conneted

Domain