મોરબી‌ વીરપરડા ગામ નજીક હોટલમાં ચાલતા ડીઝલ ચોરીના કૌભાંડ પર સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા

મોરબી‌  વીરપરડા ગામ નજીક હોટલમાં ચાલતા ડીઝલ ચોરીના કૌભાંડ પર સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા

ખુદ પોલીસકર્મી જ રેકેટ ચલાવતા હતા..બે પોલીસકર્મી સહિત 11 સામે કાર્યવાહી

મોરબી તાલુકાના વિરપરડા ગામની નજીક આવેલી હોટેલમાં ટેન્કર માંથી ડીઝલની ચોરી કરવામાં આવતી હોવાની અને તેનું ગેર કાયદેસર વેચાણનું કૌભાંડ ચાલતા હોવાની મોરબી સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી આં બાતમી આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી પીઆઈ સહિતનો કાફલો ત્રાટક્યો હતો અને એક ટેન્કરમાંથી ડીઝલ ચોરી પકડી પાડ્યું હતું.સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થળ પરથી ૨૧ હજાર લિટર ગેર કાયદેસર ડીઝલનો જથ્થો, ટેન્કર અને બે કાર સહિતનો ઉપરાંત નાના મોટા કેરબા અને મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ કૌભાડના ૧૧ આરોપીઓના નામ ખુલ્યા છે જેમાંથી બે મોરબી ક્રાઇમ બ્રાન્ચમા ફરજ બજાવી ચુકેલ હેડ કોન્સ્ટેબલ ભરત મિયાત્રા ની સંડોવણી સામે આવી અને ભાવેશ પરબત ધ્રાંગાઉફે મુન્નો રાઠોડ અને શ્રવણ સિંહ મારવાડી નામ પણ ખુલ્યા ત્રણેય આરોપીની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે.હાલ અંગે કાયૅવાહી ચાલી રહી છે મોડી રાત્રે આ ઘટનામાં પોલીસ મથકમાં ફરિયાદ નોઘાઇ શકેછે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain