સ્ટર્લિંગ હોસ્પિટલ્સે આ વિશ્વ કેન્સર દિવસ પર ગુજરાતમાં તમામ પ્રકારનાં કેન્સરની વ્યાજબી દરે, અત્યાધુનિક સંપૂર્ણ સારવાર પ્રદાન કરવા અને કેન્સર પર જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કર્યું

સ્ટર્લિંગ હોસ્પિટલ્સે આ વિશ્વ કેન્સર દિવસ પર ગુજરાતમાં તમામ પ્રકારનાં કેન્સરની વ્યાજબી દરે, અત્યાધુનિક સંપૂર્ણ સારવાર પ્રદાન કરવા અને કેન્સર પર જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કર્યું

કચ્છ - ગાંધીધામ -  પરિવર્તન - સ્ટર્લિંગે કીમોથેરેપી સાથે 50,000થી વધારે, રેડિયોથેરેપી સાથે અંદાજે 5000 અને કેન્સરની સર્જરી સાથે લગભગ 2000 દર્દીઓની સારવાર કરી છે – જેમાંથી મોટાં ભાગનાં દર્દીઓએ સરકારી યોજનાઓ મારફતે સારવાર લીધી

ભારત, 03 ફેબ્રુઆરી, 2023: ભારતમાં તમાકુના ઉત્પાદનમાં ટોચનું રાજ્ય ગુજરાતને 396 હજાર મેટ્રિક ટનથી વધારે તમાકુના ઉત્પાદન પર ગર્વ છે, જેમાં કુલ તમાકુમાં બીડી માટેની તમાકુનો હિસ્સો 35 ટકા છે. આ દેશનાં ઉત્પાદનમાં 40 ટકા હિસ્સો ધરાવે છે. મુખ્યત્વે ગુજરાતમાં વાવેતર થતી બીડી માટેની તમાકુ રાજ્યને ઉત્પાદન અને ઉત્પાદકતા એમ બંને મોરચા પર મોખરે રાખે છે. રાજ્યમાં વાવેતર થતી અન્ય એક પ્રકારની તમાકુ રુસ્ટિકા તમાકુનો મુખ્યત્વે ઉપયોગ ચાવવા માટે થાય છે.

વર્ષ 1960માં પોતાની સ્થાપનાથી અત્યાર સુધી સૂકું રાજ્ય હોવા છતાં ગુજરાતે તમાકુનાં વપરાશમાં મોટાં વપરાશની સમસ્યાનો સામનો કર્યો છે, જેનાથી રાજ્યને કમનસીબે ભારતમાં મુખનાં કેન્સરની રાજધાની તરીકેનું લેબલ લાગી ગયું છે. ઉપરાંત તમાકુનું સેવન સમાજનાં દરેક તબક્કામાં પહોંચી ગયું છે. રાજ્યમાં દરેક જાતિ અને વયની વ્યક્તિઓ માટે તમાકુ ઉપલબ્ધ છે, જેનાં પ્રમાણ પર કોઈ ચોક્કસ મર્યાદા નથી. જ્યારે ગુજરાત તમાકુ સાથે સંબંધિત આરોગ્યલક્ષી પડકારો સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે સ્ટર્લિંગ રામાક્રિષ્ના સ્પેશિયાલ્ટી હોસ્પિટલે આ સ્થિતિની ગંભીરતા પર ધ્યાન દોરવા એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

ચાલુ વર્ષે 4 ફેબ્રુઆરી, 2024ના રોજ વિશ્વ કેન્સર દિવસનાં પ્રસંગે સ્ટર્લિંગ રામાક્રિષ્ના સ્પેશિયાલ્ટી હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છનાં કેન્સર નિષ્ણાતોએ વર્તમાન સ્થિતિ પર કિંમતી જાણકારી આપી હતી અને કેન્રસર સાથે સંબંધિત સમસ્યાઓ પર જાગૃતિમાં વધારો કર્યો હતો. કચ્છમાં તમાકુનાં વ્યસનની વધારે ગંભીર સમસ્યા પર ધ્યાન દોરીને આ નિષ્ણાતોએ આ વિસ્તારની કેન્સરની ગંભીર સમસ્યાનો વિસ્તૃત ચિતાર રજૂ કર્યો હતો. નિષ્ણાતોએ કચ્છમાં વિવિધ પ્રકારનાં કેન્સરમાં વધારા પ્રત્યે ધ્યાન દોર્યું હતું, ખાસ કરીને મુખ અને ગળાનાં કેન્સર પ્રત્યે.સ્ટર્લિંગ રામાક્રિષ્ના સ્પેશિયાલ્ટી હોસ્પિટલ પોતાની સેવા આપવાનાં નવમા વર્ષની ઉજવણી કરે છે, જે દર્દીની સલામતી અને સંપૂર્ણ તબીબી સુવિધાઓ પ્રદાન કરવા કટિબદ્ધ છે. ગાંધીધામમાં આ સુવિધાનાં ડાયરેક્ટર ડૉ. મયંક પટેલે કહ્યું હતું કે, "અમારો મંત્ર અમારા દર્દીઓની સુખાકારી છે અને અમારો માર્ગદર્શક સિદ્ધાંત છે - શ્રેષ્ઠ તબીબી સેવાઓની સુલભતા સુનિશ્ચિત કરવી."

ડો. પટેલે ઉમેર્યું હતું કે, "આપણે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરતાં હોવાથી કચ્છમાં કેન્સરનાં વધતાં દર્દીઓ પર તમાકુના વ્યસનની અસરની જાણકારી આપવી મહત્વપૂર્ણ છે. અમારી હોસ્પિટલે કીમોથેરેપી મારફતે 50,000થી વધારે કેન્સર દર્દીઓને, રેડિયોથેરેપી મારફતે અંદાજે 5000 દર્દીઓને અને કેન્સર સર્જરી હાથ ધરીને લગભગ 2000 દર્દીઓને સારવાર આપવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. નોંધપાત્ર બાબત છે કે, આ દર્દીઓમાંથી મોટા ભાગનાં દર્દીઓએ વિવિધ સરકારી યોજનાઓ મારફતે સારવાર મેળવી હતી."

મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. મોહિત મોદીએ ઉત્કૃષ્ટ સારવાર પ્રદાન કરવા અનુભવી નિષ્ણાતો દ્વારા નિર્ણયોની સાથે ગુણવત્તા અને અત્યાધુનિક સુવિધાના સમન્વયનાં મહત્વ પર ભાર મૂક્યો હતો. રેડિયેશન ઓન્કોલોજિસ્ટ ડૉ.ખુશ્બુ રસ્તોગીએ ઉમેર્યું હતું કે, આ જીવલેણ બિમારીમાં દર્દીઓ શારીરિક અને માનસિક એમ બંને પ્રકારનાં પડકારોનો સામનો કરે છે. સ્ટર્લિંગ રામાક્રિષ્ના સ્પેશિયાલ્ટી હોસ્પિટલમાં તેઓ તેમના દર્દીઓ માટે શ્રેષ્ઠ સાથસહકાર અને સાનુકૂળ વાતાવરણ ઊભું કરવા પ્રતિબદ્ધ છે.

આ વિશ્વ કેન્સર દિવસ પર સ્ટર્લિંગ રામાક્રિષ્ના સ્પેશિયાલ્ટી હોસ્પિટલે કેન્સર સામે લડાઈમાં અને જરૂરિયાતમંદોને સંવેદનાસભર સારવાર પ્રદાન કરવાની પોતાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain