યોગનો અમૃતકાળ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગાંધીધામ અને અંજાર માં તાલીમ આપવામાં આવેલા ટ્રેનરો ની પ્રેક્ટિકલ કસોટી યોજાઈ

યોગનો અમૃતકાળ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગાંધીધામ અને અંજાર માં  તાલીમ આપવામાં આવેલા ટ્રેનરો ની પ્રેક્ટિકલ કસોટી યોજાઈ

સમગ્ર ભારતવર્ષ ને જ્યારે યોગમય બનાવવાના માન. વડાપ્રધાન શ્રી મોદી સાહેબના સંકલ્પ ને સાર્થક કરવા અને  ઘર ઘર સુધી યોગ પહોચાડવા માટે ના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને "યોગનો  અમૃતકાળ"   અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાત ને યોગ સાથે જોડવા માટે ગુજરાતના વિવિધ જિલ્લા અને તાલુકા કક્ષાએ ટ્રેનરો ને તાલીમ આપવામાં આવે છે ત્યારબાદ તેમની પ્રેક્ટીકલ અને થિયરી લેવલ પર કસોટી લેવામાં આવે છે અને ટ્રેનરો ના માધ્યમ થી ઘર ઘર સુધી યોગ પહોચાડી દરેક પરિવાર ને યોગ સાથે જોડવામાં આવશે.

યોગ ટ્રેનરો ની તાલીમ પૂર્ણ થતાં ગાંધીધામ અને અંજાર ના યોગ ટ્રેનરો ની પ્રેક્ટિકલ કસોટી પૂર્વ કચ્છ જિલ્લા કોરડીનેટર ભૂપતસિંહ સોઢા ની અધ્યક્ષતા માં લેવામાં આવી હતી. આ ટ્રેનિંગ બેચમાં ગાંધીધામ અને અંજાર ના યોગ ટ્રેનરો મળી ને આશરે  36 જેટલા  યોગ ટ્રેનર મિત્રો ની પ્રેકટીકલ ટેસ્ટ લેવામાં આવી હતી જેમાં ટ્રેનરો દ્વારા ખુબ સુંદર રીતે યોગ કરી કસોટી પૂર્ણ કરવામાં આવી હતી ખુબ ઉત્સાહ સાથે ટ્રેનરો જોડાયા હતા.

આ કસોટી ગાંધીધામ તાલુકા યોગ કોચ પૂજાબેન, શાંતિ લુહાણા (ટીશા ઠક્કર) અને દેવેન્દ્રભાઈ તથા અંજાર ના યોગ કોચ તેમજ યોગ ટ્રેનર નરેન્દ્રભાઈ ચૌધરી, હર્ષાબેન અને ભારતીબેન નો  પણ સહયોગ પ્રાપ્ત થયો હતો. એવું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના કચ્છ જિલ્લાના મીડિયા કન્વીનર શ્રી કપિલભાઈ વ્યાસ દ્વારા તેમની યાદીમાં જણાવાયું હતું.



0/Post a Comment/Comments

Stay Conneted

Domain