આદિપુરમાં ઊભરાતી ગટર સમસ્યા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ન ઉકેલાયાની ફરિયાદ

આદિપુરમાં ઊભરાતી ગટર સમસ્યા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ન ઉકેલાયાની ફરિયાદ

આદિપુરની રહેણાંક સોસાયટીમાં ઊભરાતી ગટરની સમસ્યા મુદે્ તાલુકાકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં દાદ ન અપતા હોવાની રાવ સાથે અંબાજી સોસાયટીના લોકો દ્વારા જિલ્લાકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરાઈ હતી. સોસાયટીના પ્રમુખ શૈલેન્દ્ર પિત્રોડા દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, વોર્ડ નં. 4 / બી પ્લોટ નં. 3થી 8માં ગટર ઊભરાવાની સમસ્યા સર્જાઈ છે. આક્ષેપ કરતાં પત્રમાં જણાવાયું હતું કે, ગટર ભરેલું પાણી વેક્યુમથી પાણી ખેચાતાં અંબાજી સોસાયટીની જૂની ગટરલાઈન તોડી નખાઈ છે. જેને કારણે દૂષિત પાણી એકત્રિત થાય છે. 

દુર્ગંધયુક્ત પાણીના કારણે મચ્છર અને માખીનો ઉપદ્રવ વધતાં માનસિક અને શારીરિક ત્રાસ અનુભવાય છે. શિરદર્દ બનેલી આ સમસ્યા અંગે વખતોવખત રજૂઆત કરાયા બાદ યોગ્ય કરાતું નથી. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં માત્ર પાલિકાના અધિકારીઓનું ધ્યાન રાખવામાં આવે છે. નાગરિકોની હાલાકી અંગે ધ્યાને લેવાતી નથી. આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કરાયો હતો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain