ભુજોડી અવર બ્રિજ પર લાઈટ ન હોવાના કારણે લોકોને પડી રહી છે હાલાકી...

ભુજોડી અવર બ્રિજ પર લાઈટ ન હોવાના કારણે લોકોને પડી રહી છે હાલાકી...

ઇસ્કોન બ્રિજ અકસ્માત ક્યાંક ભુજોડી અવર બ્રિજ પાસે ન થાય તે ધ્યાન રાખજો...

ભુજમાં પ્રવેશ કરવા શેખપિર પાસેથી ભૂજ આવતા જ ભૂજોડી અવર બ્રિજ બનાવવામાં આવ્યું પરંતુ અહી રોડ લાઈટો ન હોવાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ક્યારે મોટું અકસ્માત થઈ શકે છે. ઝડપથી લાઈટો નાખવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે...

દરોજ પેસેન્જરોને લઈને પરિવહન કરતા વાહન ચાલકો કહી રહ્યા છે એમને બહુજ તકલીફ થઈ રહી છે. અમે અમારા ઘરેથી નીકળીએ પછી પાછા ઘરે સહી સલામત પહોચશું કે નહિ તે પણ અમને ખબર નથી હોતી કેમ કે અહી લાઈટ ન હોવાથી સામેથી આવતી ગાડીઓની એક બીજા પર લાઈટો પડે એટલે સામે કાઈ પણ દેખાતું નથી. ત્યાં ફક્ત એક અંદાજ પ્રમાણે ગાડી ચલાવી પડે છે...

અહી ભૂજોડી અવર બ્રિજ સૌથી મોટું બ્રિજ તો બનાવી દેવામાં આવ્યું પરંતુ અહી એક વર્ષ વીત્યા છતાં રોડ લાઈટો નાખવામાં આવી નથી. હાલમાં જ અહમદાબાદમાં ઇસ્કોન બ્રિજ પાસે જે અકસ્માત સર્જાયું તેવું અકસ્માત અહી ન સર્જાય તે માટે ઝડપથી લાઈટો લગાડી દેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે...

બ્રિજ પરથી પસાર થવા જીવના જોખમ લેવા જેવું છે કેમ કે ક્યારે કોઈ વાહન કે કોઈ અબોલા જીવો અહી રસ્તા પર હોય એ અગર દેખાય નહિ અને ઓચિંતાનું સામે આવી જાય ત્યારે બહુજ તકલીફ પડી જતી હોય અને અકસ્માત પણ સર્જાઈ સકે છે. અહી રોડ લાઈટો ન હોવાના કારણે ગાડી ચલાવી એટલે જીવ અધર પડ્યું હોય... 

કચ્છમાં પણ તથ્ય પટેલ જેવા ઘણા બધા નબીરાઓ પડ્યા છે જેઓ બેદરકારી ભરી ડ્રાઇવિંગ કરતા હોય છે. મોંગી દાટ કારો આવા બીગડેલ નબીરાઓ પોતાના પપ્પાનો રોડ સમજીને ગાડી ચલાવતા હોય જેનો ભોગ નિર્દોષ લોકો બની જતા હોય છે એવામાં હાલ વાહનોમાં ડિજિટલ અને ટેકનોલોજીમાં હેલોજન લાઇટો લગાડેલી હોય છે જેના કારણે સામે કોઈ બીજા વાહનમાં અગર સાદી લાઈટો હોય તો તેને સામે કાઈ દેખાતું નથી જેના કારણે અકસ્માતનો ભય હોય છે. જો બ્રિજ પર રોડ લાઈટો હોય તો થોડી આસાની રહે એટલે અહી રોડ લાઈટો લગાડવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે...

0/Post a Comment/Comments

Stay Conneted

Domain