પૂર્વ કચ્છમાં સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ નુ સમ્માન કરાયુ

પૂર્વ કચ્છમાં સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ નુ સમ્માન કરાયુ

બોર્ડર રેન્જ આઇ.જી દ્વારા હાલે પૂર્વ કચ્છ એસ.પી. કચેરી ખાતે વાર્ષિક ઇન્સ્પેકશન કરવામાં આવ્યો અંતર્ગત પ્રથમ લોક સંવાદ કાર્યક્રમ ગોઠવી પૂર્વ કચ્છના અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપરમાં વસતા લોકોની ફરિયાદો, રજૂઆતો સાંભળ્યા બાદ બીજા દિવસે ક્રાઇમ રિવ્યુ મિટિંગ લેવામાં આવી હતી. 

બોડર રેન્જ આઈ.જી. જે.આર. મોથલિયા દ્વારા વર્ષ ૨૦૨૩ના વાર્ષિક ઇન્સ્પેક્શનમાં પોલીસની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ચકચારી ખુન, લુંટ, અપહ૨ણ જેવા દાખલ થયેલા ગુનાઓમાં પોલીસ અધિક્ષક સાગર બાગમારના નેતૃત્વમાં પોલીસ ટીમવર્કથી ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડી ગુનાઓનો ભેદ ઉકેલી લેવામાં આવતા પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ગાંધીધામ એ ડીવીઝન પોલીસ દ્વારા આંગડિયા લૂટ પ્રકરણમાં રૂ.૧,૨૦,૦૦,૦૦૦ રોકડા તથા મોબાઈલ ફોનની લુંટ કરનાર આરોપીઓને પકડી ગુનાનો ભેદ ઉકેલી લેતા ૭ પોલીસ અધિકારીઓને ક્રેડીટ નોટ તથા ૨૭ પોલીસ કર્મચારીઓને રૂ.૧૯,૦૦૦નું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું. 

ગાંધીધામ એ ડિવીઝન પોલીસ દ્વારા આંગડિયા સંચાલક પાસેથી એક કરોડ જેટલા રોકડા તથા મોબાઈલ ફોનની લૂંટ થયેલ, જે ગુનામાં આરોપીઓને પકડી, લુંટમાં ગયેલ રોકડા રૂપિયા પરત અપાવવામાં આવ્યા હતા. જેમાં ૩ પોલીસ અધિકારીને ક્રેડિટ નોટ તથા ૧૦ પોલીસ કર્મચારીઓને રૂ.૯૪૦૦ રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. 

ગાંધીધામ બી ડીવીઝન અને અંજારના મેઘપર-બો.માં અપહરણ કરી, મુત્યુ નિપજાવવાના હિન કૃત્ય આચરનાર ઇસમોને પોલીસે ઝડપી લેતા ૬ પોલીસ અધિકારીઓને ક્રેડીટ નોટ તથા ૪૯ પોલીસ કર્મચારીઓને રૂ.૩૦,૧૦૦  રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું. ભચાઉમાં વૃદ્ધાની હત્યા નીપજવનાર આરોપીઓને શોધી લેવામાં આવતા ૬ પોલીસ અધિકારીઓને ક્રેડીટ નોટ તથા ૨૦ પોલીસ કર્મચારીઓને રૂ.૧૫૩૦૦ રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું. 

આ ઉપરાંત મીઠીરોહરની ખાડી માથી ૮૦૦ કરોડનો કોકીન પકડવવામા આવ્યુ હતુ વ્યાજખોરીના ૧૮ જેટલા ગુનાઓ નોંધવા, વાગડ વિસ્તારના રાપર તથા બાલાસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકભાગીદારીથી સી.સી.ટી.વી. કેમેરા લગાવડાવી, ઘરફોડ ચોરીઓ, વાહન ચોરીઓ સહિતના આરોપીઓને, લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા જેવા અને ગુજસીટોક જેવા કાયદાનો ઉપયોગ કરી, ગુનાખોરી આચરતા ઇસમોને પણ જેલ હવાલે કરવાની પૂર્વ કચ્છ જિલ્લા પોલીસની કામગીરીને બીરદાવી ૩૮ જેટલા પોલીસ અધિકારીઓએ, કર્મચારીઓને પ્રશંસાપત્ર તેમજ ૨૨ જેટલા પોલીસ અધિકારીઓને ક્રેડીટ નોટ તથા ૧૨૬ જેટલા પોલીસ કર્મચારીઓને રૂ.૭૩,૮૦૦ રોકડ ઇનામોથી નવાજવામાં આવ્યા હતા.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain