કચ્છ માં ગાંધીધામ હનુમાન ચાલીસા ના પાઠ થકી ધમૅ જ્ઞાન સહ ઉપદેશ આપશે શ્રી બાગેશ્ર્વર ધામના પીઠાધીશ શ્રી ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રી

કચ્છ માં ગાંધીધામ હનુમાન ચાલીસા ના પાઠ થકી ધમૅ જ્ઞાન સહ ઉપદેશ આપશે શ્રી બાગેશ્ર્વર ધામના પીઠાધીશ શ્રી ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રી 

પત્રકારો સમક્ષ ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રીએ માહિતી આપી આયોજન માં પણ ટીમની  ધુવાધાર મહેનત પોલિસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો

કચ્છના ગાંધીધામ ખાતે ૨૬ નવેમ્બરથી ૩૦ નવેમ્બર સુધી શ્રી બાગેશ્વર સેવા સમિતિ કચ્છ દ્વારા બાગેશ્વરધામ પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીના મુખે હનુમાન કથાનો પ્રારંભ કરાયો છે શ્રી બાગેશ્વર સેવા સમિતિ કચ્છ દ્વારા કચ્છના ગાંધીધામ ખાતે શ્રી બાગેશ્વરધામ પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના મુખે હનુમાન કથા તેમજ 28'મી નવેમ્બરના રોજ મહા દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કચ્છમાં આ હનુમાન કથા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું આજે શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની અધ્યક્ષા સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી

જેમાં સનાતન હિન્દુ સમાજની વાત તેમજ હનુમાનજીની ભક્તિ અંગે પત્રકાર મિત્રો સાથે વાતચીત કરવામાં આવી હતી. સાથે જ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં કથા યોજવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હનુમાનજીએ તેમને સનાતન માટે પસંદ કર્યું છે મુખ્યમાં વાત હિન્દુત્વ માટે પસંદ કરી રાખ્યું છે તેવું શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શહસ્ત્રીએ પત્રકારોને કહ્યું હતું. લાખો કરોડો હિન્દુઓ સાથ સહકાર અને એક થવા માટે વાત કરી હતી. ગૌહત્યા બાબતે તેમને દરેક હિંદુ પોતાના ઘરે એક ગાય રાખે તેવી અપીલ કરી હતી. 

આજના સનાતની યુવાનોને સ્પષ્ટ સંદેશ શું છે તે બાબતે વાત કરતા શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે હિન્દુ અને સનાતની વ્યક્તિ તે જ છે જે પોતાને હિન્દુ હોવાનો ગર્વ કરે. વધુમાં કચ્છની જનતાને સનાતનને ક્યારેય પણ ના ભૂલવાની વાત કરી સનાતન માટે કોઈની સામે લડી નથી શકતા તો જે લડી રહ્યા છે તેની સાથે ઊભીને તેને સાથ આપવા માટેની વાત કરવામાં આવી હતી.

સમગ્ર કચ્છમાં આ હનુમાન કથા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે કળશ યાત્રા દ્વારા કથાનો પ્રારંભ થયો હતો.. આ કથાના પ્રારંભે પૂર્વ ધારાસભ્ય નીમાબેન આચાર્ય,દેવી શ્રી. ચંદુમાં, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કિશોરભાઈ મહેશ્વરી, બ્રહ્મચારી પ્રકાશ આનંદ મહારાજ, ધવલ આચાર્ય ધનશ્યામભાઈ જોશી, સુરેશ ગુપ્તા, મુકેશ ગુપ્તા,નન્દલાલ ગોયલ, મોમાયાભા ગઢવી, રાજભા ગઢવી, મોહનભાઈ ધારસીભાઈએ_ -આરતી ઉતારી હતી આજે પ્રથમ દિવસે કથામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ કચ્છ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain