અંજાર પોલીસ ને નાકે દમ લાવતા ચોરો હવે સાંજના છ થી આઠ ના સમયગાળા માં સામુહિક મકાનો તોડી લેપટોપ અને મોબાઈલ ચોરવા નું કૃત્ય અંગે નોંધાઇ ફરીયાદ

અંજાર પોલીસ ને નાકે દમ લાવતા ચોરો હવે સાંજના છ થી આઠ ના સમયગાળા માં સામુહિક મકાનો તોડી લેપટોપ અને મોબાઈલ ચોરવા નું કૃત્ય અંગે નોંધાઇ ફરીયાદ

કચ્છ ના અંજાર રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા લોકો ચોરો થી ભયભીત બન્યા કોણ સુરક્ષા આપશે

અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં ઘરમાંથી સાંજના છ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધી લેપટોપ-મોબાઈલની ઉઠાંતરી હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઈ છે. અંજાર તાલુકાની રેલવે કોલોનીમાં તસ્કરોનું સામૂહિક આક્રમણ દર્શાવતા ત્રણથી ચાર બંધ ક્વાર્ટરના તાડા તસ્કરોએ તોડવાની અને ચોરી કરી હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઈ છે.

અંજાર પોલીસ મથકે સિધાંત કિશોરભાઈ મારુ (રહે. મુળ દ્વારકા હાલે નિર્મળ નગર કૈલાશ જયોત સોસાયટી) વાળાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત  સાંજે છ વાગ્યાથી બીજા દિવસે આઠ વાગ્યા સુધીના અરસામાં કોઈ અજાણયો ઈસમ તેમના ઘરમાં પ્રવેશ કરી રુમમાંથી લેનોવો કંપનીનું લેપટોપ કિંમત 28,297 અને એક મોટોરોલા કંપનીનો મોબાઈલ કિંમત ત્રણ હજારનો મુદ્દામાલ ચોરી કરી ગયો હતો. અજાણયા ઈસમ સામે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

 અંજારના રેલવે કોલોની વિસ્તારમાં આવેલા ત્રણથી ચાર સ્ટાફ કવાર્ટરના તાળાં તોડી નિશાચરો તેમાંથી રોકડ રકમ સહિત રૂા. 29,500ની મતાની ચોરી કરી નાસી ગયા હતા. અંજારની રેલવે કોલોનીમાં ગત રાત્રે નિશાચરોએ સામૂહિક આક્રમણ કર્યું હતું. આ કોલોનીના ત્રણથી ચાર બંધ કવાર્ટરના તાળા તસ્કરોએ તોડયા હતા. ગત રાત્રિ દરમ્યાન બનેલ આ બનાવ અંગે રેલવે કર્મચારી અબ્બાસખાન ઈશા બુબડીયાએ રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગત રાત્રિ દરમ્યાન આ વિસ્તારમાં ઘુસી આવી તસ્કરોએ ફરિયાદીના બંધ કવાર્ટરના તાળા તોડી તેમાંથી એક મોબાઈલ, ગેસ સિલિન્ડર, ગેસનો ચુલો, મિક્સર, ડબ્બો, રોકડ રકમ સહિત કુલ રૂા. 29,500ની મતાની ચોરી કરીને નાસી ગયા હતા. અંજાર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નિશાચરો પોરો ખાતા જ નથી. જુદા જુદા વિસ્તારોમાં ચોરીના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. આ બનાવ અંગે રેલવે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain