જહાજમાંથી એસ.એસ.વાલ્વની ચોરી ક૨તા ઇસમો ને મુદામાલ સાથે પકડી પાડતી કંડલા મરીન પોલીસ

જહાજમાંથી એસ.એસ.વાલ્વની ચોરી ક૨તા ઇસમો ને મુદામાલ સાથે પકડી પાડતી કંડલા મરીન પોલીસ

આજ રોજ પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સ૨હદી રેન્જ-ભુજ તથા પોલીસ અધિક્ષક  સાગર બાગમા૨નાઓની સુચના અન્વયે તેમજ ના.પો.અધિ. મુકેશ ચૌધરી અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન મુજબ મિલ્કત/શરીર સંબધી ગુનાઓ શોધવા સુચના કરેલ હોય જે અનુસંધાને કંડલા મરીન પોલીસ ૨સ્ટેશન ગુ.૨.નં-૨૪૨/૨૦૨૩ ઈ.પી.કો ક્લમ ૩૮૦,૪૫૭,૩૪ મુજબનો ગુનો જાહેર થયેલ હોય જે ગુના કામે મધદરીયામાં જહાજ એકરેજમાં પડેલ હોય જેમાંથી અજાણયા ચોર ઇસમો માછીમારી બોટથી આવી જહાજ ઉપર ચડી અલગ અલગ સાઈઝના એસ.એસ. વાલ્વ નંગ-૩૧ ની ચોરી કરી ગયેલ હોય જે ગુના કામે પો.ઇન્સ એચ.કે.હુંબલ નાઓએ તાબાના માણસોની અલગ અલગ ટીમો બનાવી ચોર ઇસમોની શોધમા હતા તે દ૨મ્યાન ખાનગી બાતમી હકીકત આધારે નીચે મુજબના આરોપીઓને ચોરીમાં ગયેલ તમામ મુદામાલ સાથે પક્કી પાડેલ છે

પકડાયેલ આરોપી:- (૧) મુસો ઉર્ફે ઢાઢો નુરમામદ બુચડ ઉ.વ.૩૮ (૨) ઉમર આધમ કોરેજા ઉ.વ.૪૩ (3) જુસબ ઉર્ફે ચુચો શાક સોતા ઉ.વ.૪૦ (૪) ઉંમર ઇસ્માઇલ ટાંક ઉ.વ.૪૮ ૨હે. તમામ બદ્ધા ઝુપડા જુના કંડલા તા.ગાંધીધામ

પકડવા ૫૨ બાકી આરોપી:-(૧) સાલે સિદીક નિંગામણા (૨) અબ્બાસ આમદ છરેચા (3) દાઉદ ઇસ્માઈલ ખારા (૪) અબ્દુલ સિદીક નિંગામણા (૫) હનીફ વિરા કોરેજા રહે તમામ બઠ્ઠા ઝુપડા જુના કંડલા તા.ગાંધીધામ

રીકવર કરેલ મુદામાલની વિગત:- અલગ અલગ સાઈઝના એસ.એસ. વાલ્વ નંગ-૩૧ જેની કી.રૂ ૨૭,૫૫૦/-

ગુનાનો એમ.ઓ.:- આરોપીઓ માછીમારી કરવાના બહાને મધદરીયે એકરેજમાં ઉભા રહેલ લીકવીડ જહાજને ટારગેટ કરી ઉપર ચડીને ભંગારની ચોરી કરવાની એમ.ઓ. ધરાવે છે.

આ કામગીરીમાં પો.ઇન્સ. એચ.કે.હુંબલ તથા કંડલા મરીન પોલીસ સ્ટાફનાઓ જોડાયેલ હતા.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain