કચ્છ જેલમાં ફરી મોબાઇલ અને એક સીમકાડ કેદી પાસેથી મળ્યા

કચ્છ જેલમાં ફરી મોબાઇલ અને એક સીમકાડ કેદી પાસેથી મળ્યા

ગુજરાત સરકાર દ્વારા શું જેલમાં આવી બેદરકારી ચલાવી લેવાશે તે પશ્ર

ગળપાદર જેલમાં અમદાવાદની ઝડતી સ્કવોડે આરોપીએ છુપાવેલો મોબાઈલ શોધી કાઢ્યો

કચ્છ - ગાંધીધામ તારીખ - ૨૨/૧૧/૨૦૨૩ - પૂર્વ કચ્છની ગળપાદર જિલ્લા જેલની સુરક્ષા ખૂબ નબળી હોય તેમ અવાર-નવાર કેદીઓ પાસેથી મોબાઈલ અને સીમકાર્ડ મળી આવતા હોય છે, થોડા સમય જેલમાં કેદ દ્વારા કાસેઝના વેપારીને ખંડણી માટે ફોન કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યા બાદ તેના પાસેથી મોબાઈલ પણ મળી આવ્યો હતો ત્યારે ફરી આ જ જિલ્લા જેલમાંથી એક કેદી પાસેથી મોબાઈલ અને સીમકાર્ડ અને એક અજાણ્યા આરોપીએ છુપાવીને રાખેલો મોબાઈલ મળી આવ્યો હતો

આજે બોર્ડર રેન્જ આઈ.જી. જે.આર. મોથાલિયા દ્વારા વાર્ષિક ઈન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું રેન્જ આઈજીના વાર્ષિક ઈન્સ્પેક્શન પહેલાં ચેકિંગ સ્ક્વોડ ત્રાટકી કચ્છની ગળપાદર જેલમાં આજે બોર્ડર રેન્જ આઈ.જી.ના વાર્ષિક ઈન્સ્પેક્શનના ગણતરીની કલાકો પહેલાં જ અમદાવાદની ઝડતી સ્કવોડે ગળપાદર જેલમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરી પ્રાપ્ત માહિતી મુજબ કચ્છની ગળપાદર જેલમાં ગળપાદર સ્થિત જિલ્લા જેલમાં આજે અમદાવાદની તપાસ ટુકડીએ દરોડો પાડયો હતો. આ દરમ્યાન હાઈ સિક્યુરિટી યાર્ડમાં આરોપીની જડતી લેતાં ગુપ્તાંગમાં છુપાવેલો મોબાઇલ ફોન મળી આવ્યો હતો.

તેમજ અન્ય એક ફોન મળી આવતાં ભારે ચકચાર જાગી છે. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આજે બપોરના અમદાવાદની જડતી સ્કવોર્ડની ટીમે છાપો માર્યો હતો. ત્યારબાદ હાઈ સિક્યુરિટી યાર્ડમાં વિભાગ ૧-ની લોબીમાં ઊભેલા કાચા કામના ગુજસિટોકના આરોપી અસલમ ઉર્ફે બોડિયો હૈદરમિયા શેખની જડતી લેવામાં આવી હતી,જેની પાસેથી ગુપ્તાંગમાં છુપાવેલો સાદો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. તપાસ ટુકડીએ જેલમાં ઊંડાણથી તપાસ કરતાં બેરેક નંબર-૪ની બહાર લોબીમાં પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટ પાસેથી અજાણ્યા શખ્સે ફેંકી દીધેલો વધુ એક સાદો ફોન મળી આવ્યો હતો. 

જેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવે તે પહેલાંની ગણતરીની કલાકો પહેલાં અમદાવાદની ઝડતી સ્કવોડે ગળપાદર જેલ પહોંચી જેલમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી

સ્કવોડની ટીમ દ્વારા હાથ ધરાયેલી કામગીરી દરમ્યાન જેલમાં મોબાઈલ ચેકિંગ સ્કવોડે પકડી પાડયું હતું.પકડાયેલા મોબાઈલ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ગુજસીટોકના આરોપી અસલમ તથા એક અજાણ્યા કેદી સામે ફરિયાદ નોંધાવવામાં આવતાં પી.આઈ. સી.ટી. દેસાઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain