દિલ્હી અને મુંબઈમાં થયેલી તપાસનો રેલો છેક ગાંધીધામ સુધી પહોંચ્યો

કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન માં અધિકારી ઓની દિવાળી બગડતા ગુટકા યુનિટ માં કરી ધડાધડ રેડો ગુટકા યુનિટ ના વેપારી ઓ ભય હેઠળ

દિલ્હી અને મુંબઈમાં થયેલી તપાસનો રેલો છેક ગાંધીધામ સુધી પહોંચ્યો

સવારથી શરૂ થયેલી કાર્યવાહી મોડી રાત સુધી યથાવત્ રહી

કંડલા સેઝ ખાતે ગુટકાના યુનિટમાં

ઈન્કમટેક્સની તપાસનો ધમધમાટ

કચ્છ - ગાધીધામ - તારીખ - ૨૧/૧૧/૨૦૨૩ - મંગળવાર  - કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં દિવાળી પછી આવકવેરા વિભાગ દિલ્હીની ટુકડી દ્વારા  ગુટકાના યુનિટમાં તપાસ શરૂ કરવામાં આવતાં અફરા તરફી મચી જવા પામી હતી. જાણકારોના મત મુજબ દિલ્હી અને મુંબઈમાં તપાસ કરવામાં - આવી હતી તેનો રેલો ગાંધીધામ સુધી આવ્યો છે જે તપાસમાં શું નીકળ્યું ? તે બાબત જાણવા મળતી નથી પરંતુ મોડે સુધી તપાસ ચાલુ હતી અને કેટલાક બિલના મુદ્દે પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આવકવેરા વિભાગ દ્વારા કાસેઝમાં ગુટકા બનાવતી કંપનીના યુનિટ સહિત તેના જ ત્રણેક સ્થળો પર સવારથી તપાસ કરવામાં આવી હોવાના સંકેત મળી રહ્યા છે ચારથી વધુ વાહનોના કાફલામાં ઉતરી પડેલા અધિકારી કર્મચારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી કવાયતના પગલે કાસેઝના વર્તુળોમાં અનેકવિધ ચર્ચાઓ શરૂ થઈ હતી. સત્તાવાર રીતે કોઈ માહિતી મળી નથી, પરંતુ બોગસ બિલિંગ સહિતના સંદર્ભે પણ તપાસ થઈ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. વધુ વિગતો તપાસ બાદ દિલ્હીની ટીમ દ્વારા જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain