મુન્દ્રામાં ચોખા ભરેલા જામસલાયાના જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી

મુન્દ્રામાં ચોખા ભરેલા જામસલાયાના જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી

કચ્છ ના મુદ્રા માં  ચોખા ભરેલા જહાજ માં આગ લાગતાં ભીષણ આગ માં મસમોટુ નુકશાન

મુન્દ્રા જુના બંદર પર ચોખા ભરેલા જહાજમા વિકરાળ આગ લાગતા દોડધામ

૬૦૦ ટન ચોખા આગમાં ભસ્મીભૂત, એક મહિનામાં શહેરમાં આગની ત્રીજી ઘટના

ત્રણ ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી

મુન્દ્રાના જૂના બંદર ખાતે ૬૦૦ ટન ચોખા ભરેલા વહાણમાં આગ ભભૂકી

જામસલાયાના રજિસ્ટ્રેશનવાળા જહાજના એન્જિનમાં આગ લાગી, જાનહાનિ નહીં

કચ્છ -મુન્દ્રા - તારીખ - ૨૧/૧૧/૨૦૨૩ - મંગળવાર - મુન્દ્રાના જૂના બંદર પર જહાજમાં આજે સાંજે બનાવ બનતા દોડધામ મચી જવા પામી હતી

મુન્દ્રાના જૂના બંદરે ચોખા ભરેલા વહાણમાં અચાનક આગ લાગતાં ૬૦૦ ટન ચોખા લોડીંગ માટે આવેલા જહાજ જથ્થો ભસ્મીભૂત થઈ ગયો હતો. જોકે, ફાયર ફાઈટરે આગ પર કાબૂ મેળવી લેતાં જાનહાનિ ટળી હતી વિકરાળ આગ લાગી હતી.પરિણામે જથ્થો ભસ્મીભૂત થઈ જવા પામ્યો હતો 

જાણવા મળતી વિગતો મુજબ જહાજમાં ૬૦૦ ટન ચોખાનુ લોડીંગ કરવાનુ હતુ અને મોટાભાગનુ લોડીંગ થયુ ત્યારે જ એકાએક આગ લાગી હતી. જો કે આગ લાગવાનુ ચોક્કસ કારણ હજુ સામે આવ્યુ નથી પરંતુ મુન્દ્રા અદાણી પોર્ટના બે તથા અન્ય ખાનગી કંપની સહિત ૩ ફાયર ફાઈટર ઘટના સ્થળ પર પહોચ્યા હતા. અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા.

આગને પગલે જહાજમાં મોટુ નુકશાન થયુ છે. કરોડો રૂપીયાના જહાજ સાથે કિંમતી ચોખાનો જથ્થો આગમા નાશ પામ્યો છે. આ જહાજ આમદભાઈ સંધારનુ હોવાનુ સામે આવ્યુ છે. અને જામસલાયામાં રજીસ્ટર થયેલુ આ જહાજ છે. મુન્દ્રા જુના બંદરનુ સંચાલન કરતા વિભાગ તથા પોલીસ સહિતને આ આગ અંગે જાણ થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.જો કે ફાયર વિભાગના પ્રયત્નોથી આગ પર કાબુ મેળવી લેવાયો છે.

એક મહિનામાં મુન્દ્રામાં આગનો ત્રીજો બનાવ બનવા પામ્યો છે.જેમાં નવાઈની વાત એ છે કે અહીં આવેલી નગરપાલિકા પાસે એક પણ ફાયર ફાઈટર નથી, આગ લાગે એટલે કંપનીની મદદ લેવી પડે છે. ઔદ્યોગિક એકમોથી ધમધમતા મુન્દ્રા શહેરમાં જો પાલિકા ફાયર ફાયટરની વ્યવસ્થા ન કરી શકતી હોય તો તે ખુબજ શરમજનક બાબત કહી શકાય, સ્થાનિકે જો દરખાસ્ત કરવામાં આવી હોય તો તે યુદ્ધના ધોરણે મંજુર કરાવવી જોઈએ તેવું લોકો કહી રહ્યા છે. સ્થાનિક નેતાઓની ચુપકીદી અનેક સવાલો ઉભા કરી રહ્યું છે.

ફાઇટર બનાવ સ્થળે ધસી જઈને આગને કાબૂમાં લીધી હતી. સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો બનાવની જાણ થતાં મુન્દ્રા જૂના બંદરનું સંચાલન કરતા જવાબદારો તેમજ પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જહાજમાં રહેલા તમામ લોકોને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા - રીપોર્ટ  બાય - મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain