યુવતીની શંકાસ્પદ હાલતમાં ઝુલતી લાશ મળી અંજારમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરનાર પરિણીતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ; પોલીસે પિતાની ફરિયાદ આધારે તપાસ હાથ ધરી

 યુવતીની શંકાસ્પદ હાલતમાં ઝુલતી લાશ મળી અંજારમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરનાર પરિણીતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ; પોલીસે પિતાની ફરિયાદ આધારે તપાસ હાથ ધરી

અંજારના મેઘપર કુંભારડીમાં લીમડાના ઝાડમાં દુપટ્ટા વડે ફાંસો ખાઈ આપઘાત કરનારી દાહોદની 26 વર્ષીય પરિણીતાના પતિ સામે પરણિતાના પિતાએ દીકરીને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે .પરિણીતાના પિતાએ નોંધાવેલી ફરિયાદના જણાવ્યા મુજબ, 22 ઓક્ટોબરના રોજ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અજાણી સ્ત્રી અંજાર-આદિપુર રોડ શનિદેવ મંદિરની પાસે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. યુવતીની શંકાસ્પદ હાલતમાં ઝુલતી લાશ મળી આવતાં દોડધામ મચી જવા પામી હતી. બનાવને પગલે અંજાર પોલીસે ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. મરણ જનાર ઉષા છ બહેનોમાં સૌથી મોટી હતી. 2020માં પ્રથમ પતિનું મૃત્યુ થતાં માવતરે નજીકના સાડકી ગામે રહેતા પ્રકાશ રામસિંગ ડામોર સાથે ઉષાને વળાવી હતી.

પ્રકાશના તેની પ્રથમ પત્ની સાથે છૂટાછેડાં થયેલાં હતાં. પંદરેક દિવસ ઉષા અને પ્રકાશ દાહોદ રહ્યાં બાદ બેઉ જણ આદિપુર મજૂરીકામે રહેવા આવી ગયાં હતાં. ઉષાના પિતા સુરેશભાઈ ભાભોરે ફરિયાદમાં જમાઈ પર આરોપ કર્યો છે કે ઉષા સાથે અવારનવાર ફોન પર વાત થતી ત્યારે જમાઈ તેને કામકાજ બાબતે હેરાન પરેશાન કરતો હોવાની ફરિયાદ કરતી. આ અંગે તેમણે જમાઈ સાથે પણ અનેકવાર સમજાવટ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain