કચ્છ રાપર તાલુકા ના રામવાવ માં ગૌચર ની જમીન બચાવવા લોકો રજુઆત ન સંભળાતા આખરે અનશન પર બેસવાનો‌ વારો

 કચ્છ રાપર તાલુકા ના રામવાવ માં ગૌચર ની જમીન બચાવવા લોકો રજુઆત ન સંભળાતા આખરે અનશન પર બેસવાનો‌ વારો

રાપર તાલુકાના રામવાવ ગામે ગૌચર દબાણ ખાલી કરાવવા માટે રામવાવ ગામની રેવન્યુ સર્વે નંબર ૯૬૬/૨, ૯૬૭ અને ૯૬૮ માં ૬૦૦ ચોરસ વાર ઉપર ખાનગી દબાણો દૂર કરવા અનેક રજૂઆતો કરવામાં આવી હતી લડત ચલાવનાર શિવુભા દેસળજી જાડેજા દ્વારા અનેક રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા સચોટ કામગીરી કરવામાં નહીં આવતા હવે રાપર તાલુકા પંચાયત કચેરી સામે આજથી આમરણાંત અનશન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. 

અનશન પર ઉતરનાર દ્વારા ગામની ગૌચર જમીન પરના દબાણો દૂર થવા અંગે ગત વર્ષે આત્મવિલોપનનો નિષ્ફળ પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો જોકે સામાન્ય કામગીરી બાદ ગૌચર દબાણો યથાવત રહેતા અંતે અનશન આંદોલન શરૂ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે


0/Post a Comment/Comments

Stay Conneted

Domain