કચ્છ માં શોટૅકટ અપનાવી કરોડપતિ થવાની ઈચ્છા માં એક યુવકનુ અપહરણ કરી ખંડણી માંગી ને તે યુવક ની હત્યા કરતા બંન્ને આરોપી જેલ હવાલે કરતી અંજાર પોલીસ

કચ્છ માં શોટૅકટ અપનાવી કરોડપતિ થવાની ઈચ્છા માં એક યુવકનુ અપહરણ કરી ખંડણી માંગી ને તે યુવક ની હત્યા કરતા બંન્ને આરોપી જેલ હવાલે કરતી અંજાર પોલીસ

પોલીસે ૧૦ દિવસના રિમાન્ડની માગણી કરતાં અદાલતે બંને આરોપીઓના (તા.૨૮ સુધી) સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા 

અંજારના મેઘપર (બો) માં રહેતા ટિમ્બરના વેપારીના ૧૯ વર્ષના પુત્ર યશ તોમરનું ફિલ્મી ઢબે અપહરણ કરી રૂપિયા સવા કરોડની ખંડણીની માગણી કરી નિર્મમ હત્યા કરનારા આરોપીઓએ પોલીસને સતત ૧૬ દિવસ દોડાવ્યા પછી પણ પોલીસ દ્વારા પૂર્વ પાડોશી સહિત બે આરોપીઓને દબોચી લેવાયા પછી આજે અંજાર પોલીસ દ્વારા પકડાયેલા બંને આરોપીઓને અદાલતમાં રજૂ કરી પોલીસે ૧૦ દિવસના રિમાન્ડની માગણી કરતાં અદાલતે બંને આરોપીઓના (તા.૨૮ સુધી) સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અપહરણ, ખંડણી અને હત્યાના આ બનાવના પગલે પૂર્વ કચ્છ પોલીસે રાત-દિવસ એક કર્યા પછી અપહરણના ૧૬મા દિવસે પોલીસે ગાંધીધામના અંતરજાળમાં જલારામ નગરમાં રહેતા અને મૂળ અમદાવાદના ગોતા અને જામનગરના જામજોધપુરના જામવાલીના રહેવાસી રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ નરશીભાઈ કાલરિયા (પટેલ) અને ગાંધીધામના વાવાઝોડા કેમ્પનગર ગણેશનગરમાં રહેતા કિશન માવજીભાઈ સીંચ (મહેશ્વરી)ને ઝડપી લીધા હતા. આજે અંજાર પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.ડી.સિસોદિયા તથા સ્ટાફના કીર્તિભાઈ ગરડા, મુકેશ પાટરિયા સહિતની ટીમ દ્વારા પકડાયેલા બંને આરોપીઓ રાજુ અને કિશનને અંજારની અદાલતમાં રજૂ કરી દસ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી જેમાં સરકારી વકીલની દલીલો અને રજૂઆતોને ધ્યાને લઈ અદાલતે બંને આરોપીઓને તા.૨૮ના સાંજના પાંવાગ્યા સુધીના સાત દિવસ રિમાન્ડ મંજૂર કર્યા હતા.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain