મુન્દ્રા બંદર પર ફરી ગેરકાયદેસર વસ્તુની હેરાફેરી, 16 કરોડની વિદેશી સિગારેટ ઝડપાઈ

મુન્દ્રા બંદર પર ફરી ગેરકાયદેસર વસ્તુની હેરાફેરી, 16 કરોડની વિદેશી સિગારેટ ઝડપાઈ

DRI એ 16 કરોડની વિદેશી સિગારેટનું કન્ટેનર જપ્ત કર્યું

DRI અમદાવાદ ઝોનલ યુનિટે રેડીમેડ ગારમેન્ટ તરીકે જાહેર કરાયેલ કન્સાઇનમેન્ટમાં છુપાવેલ વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો

કન્ટેનરમાંથી 80.1 લાખ સિગારેટની સ્ટીક્સ મળી આવી

કચ્છનું મુન્દ્રા પોર્ટ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે આજે મુન્દ્રા પોર્ટ પરથી ગેરકાયદેસર સિગારેટ હેરાફેરી કરતા કન્સાઈનમેન્ટ પકડવામાં આવ્યું છે DRIની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, કંબોડિયાના ફ્નોમ પેન્હ બંદરેથી મુંદ્રા બંદર પર મોકલેલ રેડીમેઇડ ગાર્મેન્ટ્સની આડમાં સિગારેટનો જથ્થો કન્ટેનર દ્વારા આયાત કરવામાં આવ્યો હોય શકે છે જે અંગે DRIએ ઇન્ફોર્મેશન આધારે આ કન્ટેનરને મુદ્રા પોર્ટ પર જ અટકાવ્યું હતું મળતી માહિતી અનુસાર અમદાવાદ ઝોનલના DRI અધિકારીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે આજે મુન્દ્રા પોર્ટ પરથી ગેરકાયદેસર સિગારેટ હેરાફેરી કરતા કન્સાઈનમેન્ટ પકડવામાં આવ્યું છે. 

પ્રથમ તબક્કે આ કન્સાઇનમેન્ટને મોકલનારે રેડીમેઇડ ગાર્મેન્ટ્સતરીકે જાહેર કરવામાં આવ્યું હતું. તે કન્સાઇનમેન્ટ હજીરા પોર્ટ માટે મોકલવામાં આવ્યું હતું ઉપરોક્ત કન્સાઈનમેન્ટની વિગતવાર તપાસ દરમિયાન, અધિકારીઓએ નોંધ્યું કે કન્ટેનરમાં પ્રથમ પંક્તિના પેકેજો જાહેર કરાયેલા માલ એટલે કે, તૈયાર વસ્ત્રોના હતા જેની આડમાં સિગારેટના પેકેટો સંતાડવામાં આવ્યા હતા જેથી કોઈને શંકા ન જાય અને નિકોટીન વાળી સિગારેટના પાર્સલ દ્વારા યોગ્ય જગ્યાએ મોકલી શકાય - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain