ભુજના અંતરિયાળ લોડાઈ માર્ગે ડમ્પર ખોટવાઈ જતા 10 કલાક સુધી ટ્રાફિકજામ સર્જાયો

 ભુજના અંતરિયાળ લોડાઈ માર્ગે ડમ્પર ખોટવાઈ જતા 10 કલાક સુધી ટ્રાફિકજામ સર્જાયો 

ભુજ થી ખાવડાને જોડતા ધોરીમાર્ગ ઉપરના રુદ્રમાતા બ્રીજ  સમારકામને લઈ બંધ કરાયા બાદ પરિવહન કરતા માલવાહક વાહનો વાયા નાગોર ઝીંકડી માર્ગે નો ઉપયોગ કરી રહ્યા છે. સિંગલ પટ્ટી માર્ગે દિવસ રાત ચાલતા ભારે વાહનોના કારણે ગ્રામીણ માર્ગો  ઉપર અવારનવાર ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી રહી છે. આજે પણ તેજ પ્રકારે લોડાઈ નજિક એક ડમ્પર માર્ગ વચાડેજ ખોટવાઈ જતા, ગતરાત્રિના 8 વાગ્યાથી આ જ બપોરના બે વાગ્યા સુધી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ખવડાથી નમક ભરીને ભુજ તરફ જતું ડમ્પર અકસ્માત ગ્રસ્ત બનીને માર્ગની વચ્ચે બંધ પડી ગયું હતું. જેને લઈ અંદાજિત બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક જામના કારણે પરિવહન કરતાં વાહનો અને રણ ઉત્સવ તરફ જતા ખાનગી વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ભુજના રુદ્રમાતા બ્રિજ બંધ હોવાના કારણે હાલ ખાવડા તરફ પરિવહન કરતાં માલવાહક વાહનો નાગોર, ઝીકડી અને કુનરીયા થઈ ખાવડા તરફ આગળ વધતા હોય છે. જોકે  અંતરિયાળ ગામના નલ સિંગલ માર્ગેથી પસાર થતા ભારે વાહનોના કારણે વચ્ચે આવતા ગામોને ખુબજ મુશ્કેલી ઉભી થઈ રહી છે. તો આ વચ્ચે આજે લોડાઈ નજીક એક ડમ્પર માર્ગ વચાડે બંધ પડી જતા લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. આ વિશે લોડાઈ ગામના વાસણભાઈ પટેલે જણાવ્યું હતું કે ગતરાત્રીના અંદાજિત 8:00 વાગ્યા બાદ સર્જાયેલી ટ્રાફિક જામની સમસ્યા આજે બપોરના 2 : વાગ્યા સુધી યથાવત રહેવા પામી હતી. જેને લઇ લોડાઈથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીમાં મુકાવું પડ્યું હતું. દરમિયાન વાહન માલિકો દ્વારા અકસ્માત ગ્રસ્ત ડમ્પરને દૂર ખસેડી લેવામાં આવ્યા બાદ વાહન વ્યવહાર રાબેતા શરૂ થયો હતો. રુદ્રમાતા બ્રીજ બંધ કરાયા બાદ અવારનવાર આ પ્રકારની સમસ્યા ઉદ્ભવી રહી છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain