મુન્દ્રા પોર્ટ પર કન્ટેનર યાર્ડમાં DRIએ ૪ કરોડની સોપારીનો જથ્થો પકડ્યો

 મુન્દ્રા પોર્ટ પર કન્ટેનર યાર્ડમાં DRIએ ૪ કરોડની સોપારીનો જથ્થો પકડ્યો

ડીઆરઆઈની ટીમે મુન્દ્રા પોર્ટ પર આજે દરોડો પાડીને ચાર કરોડની કિંમતનો સોપારીનો જથ્થો ઝડપી પાડયો હોવાનું જાણવા મળે છે ટાયર સ્ક્રેપની આડમાં આ જથ્થો આવ્યો હોવાનું માહિતી મળી રહિ છે સૂત્રો દ્રારા  મળતી માહિતી પ્રમાણે ડીઆરઆઈની ટીમે આજે આસુતોષ સીએસએફમાં દરોડો પાડ્યા હતા જેમાં દુબઈથી આવેલા ૧૦ કન્ટેનરોની તપાસ કરવામાં આવી હતી. 

કન્ટેનરોમાં આગળના ભાગેટાયરના ભંગાર તેમજ પાછળ સોપારી મળી આવી હતી. જેમાં કુલ ૩૯.૪૪ મેટ્રીક ટનનો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત ૪ કરોડ રૂપિયા બજારમાં છે. ડીઆરઆઈ દ્વારા વડોદરાની પેઢીએ મંગાવેલા જથ્થાને ઝડપી પાડતાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

ઉલ્લેખનીય એ છે કે મુન્દ્રા પોર્ટ પર અવારનવાર એક યા બીજી રીતે આવા પ્રકારના જથ્થાઓ મળી આવે છે જેમાં સિગારેટ, લાલ ચંદન અને હવે સોપારીનો જથ્થો મળી આવી રહયો છે. તાજેતરમાં જ સોપારી કાંડમાં ૩.૭૫ કરોડની તોડ કરવામાં આવી હતી જેમાં પણ પોલીસ કર્મચારીઓ સહિતનાઓ સામે ફરિયાદ નોંધાઈ હતી જ્યારે આજે ૪ કરોડની કિંમતની સોપારીનો જથ્થો મળી આવતાં તપાસ લંબાવાઈ છે માફીયાઓ એક યા બીજી રીતે ચોરીનું કારસ્તાન રચતા હોવાનું બહાર આવવા પામ્યું છે

વડોદરાની પેઢીએ મગાવેલા અને દુબઈથી આવેલા ૧૦ કન્ટેનરોમાં ટાયર સ્ક્રેપના જથ્થા પાછળ સોપારીનો જથ્થો મળી આવ્યો હતો તપાસ ચાલુ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain