અંજાર ખાતે યોજાનાર શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ શહેરમાં નગર યાત્રા નિકળી

 અંજાર ખાતે યોજાનાર શ્રીમદ ભાગવત જ્ઞાન  યજ્ઞ શહેરમાં નગર યાત્રા નિકળી

અંજાર અંજારમાં કોઠારી પરિવાર અને ઉદવાણી પરિવાર દ્વારા પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ના વ્યાસાસને યોજાનાર  શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞના ભાગરૂપે અંજારના ઐતિહાસિક ધાર્મિક શ્રી માધવરાય મંદિર મધ્યે શ્રી પંકજભાઈ કાંતિલાલભાઈ કોઠારી અને શ્રીમતી જહાન્વીબેન કોઠારી દ્વારા ભગવાન શ્રી માધવરાયની પૂજા અર્ચના બાદ એક નગરયાત્રા નીકળી હતી.

આ શોભાયાત્રામાં ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ બી. છાંગા, સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, સ્વામિનારાયણ મંદિરના સંતો, શ્રી રાયમલ ધામ આશ્રમ અંજારના મહંત શ્રી ધનેશ્વરજી જોશી તેમજ કોઠારી પરિવાર અને ઉદવાણી પરિવારના સભ્યો, ભૂદેવો, વીજ જ્ઞાતિ- સમાજોના આગેવાનો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ બહેનો જોડાયા હતા.      

રાજમાર્ગો પરથી પસાર થઈ આ શોભા યાત્રા દેવડીયા નાકા પબ્લિક પાર્ક પાસે પહોંચતા ધર્મસભા ના સ્વરૂપમાં ફેરવાઈ હતી. ત્યાં સંતો મહંતશ્રીઓએ આશિર્વચન પાઠવ્યા હતા.જ્યરે ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ બીજલભાઇ છાંગાએ ઉદ્બોધન કરતા કહ્યું હતું કે, આ ભવ્યાતિ ભવ્ય પ્રસંગ અંજારના આંગણે યોજાઇ રહ્યો છે તેનો લાભ સર્વેએ સાથે મળીને લેવો જોઈએ તેમજ આ મહા યજ્ઞ સમાન પ્રસંગમાં જ્યાં જરૂર પડે ત્યાં ખડે પગે જોડાઈ અને પોતાની ક્ષમતા મુજબની સેવા આપવા માટે તેમણે વધુમાં અપીલ કરી હતી.

શ્રી રામ ઘનશ્યામ જન્મોત્સવ સમિતિના અધ્યક્ષ શ્રી અંકિતભાઈ લક્ષ્મીકાંતભાઈ ભટ્ટે પોથીયાત્રા રૂટ ઉપર બનાવવામાં આવનારા સ્થાયી સ્ટોલો અને વિવિધ સુવિધાઓ સાથે ઐતિહાસિક ધાર્મિક પ્રસંગો વ્યક્ત કરતી ઝાંખીઓ અંગે સૌને માહિતીગાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વિવિધ સમાજો અને સંસ્થાઓ દ્વારા આ માટે સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેમને પોથી યાત્રા રૂટ ઉપર વિવિધ સ્ટોલો ની વ્યવસ્થા અંગે ની સેવા સોંપવામાં આવી છે.

કોઠારી અને ઉદવાણી પરિવારના પ્રતિનિધિ તરીકે શ્રીમતી જાનવીબેન પંકજભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે, આ એક ઐતિહાસિક સમય છે આ જ્ઞાન યજ્ઞ ને આપણે સૌ સાથે મળી અને સફળ બનાવીએ. વધુને વધુ શ્રોતાજનો આ જ્ઞાન યજ્ઞનો લાભ લે તે માટે પ્રયત્ન કરીએ. આ કથા જ્ઞાન યજ્ઞ આપણા સૌનો છે આપણે સૌ તેમાં સાથે જોડાઈ આ મહાન જ્ઞાનયજ્ઞને યાદગાર બનાવીએ. ત્યારબાદ આ નગરયાત્રા કથા સભા મંડપ "પ્રેમકુંજ" પહોંચી હતી ત્યારબાદ મહંતશ્રીઓ સંતો અને અગ્રણીઓએ તથા મંડપનું તેમજ થનારી વ્યવસ્થા અંગેનું નિરીક્ષણ પણ કર્યું હતું.          

આજના આ કાર્યક્રમમાં ધારાસભ્ય  ત્રિકમભાઈ બી. છાંગા, મહંત ત્રિકમદાસજી મહારાજ, મહંત કિર્તીદાસજી મહારાજ, મહંત ધનેશ્વરજી મહારાજ, સ્વામિનારાયણ મંદિરના સંત શ્રીઓ, શ્રી વી. કે. હુંબલ, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ શાહ, મંત્રી વસંતભાઈ કોડરાણી, અંજાર શહેર ભાજપ પ્રમુખ ડેનીભાઈ શાહ, અંજાર શહેર ભાજપ મહામંત્રીઓ સર્વશ્રી દિગંતભાઈ ધોળકિયા, અશ્વિનભાઈ સોરઠીયા, સુધીરસિંહ જાડેજા, અંજાર તાલુકા ભાજપ મહામંત્રી કાનજીભાઈ જીવાભાઇ આહીર, ધનજીભાઈ કેરાસીયા, પ્રદીપભાઈ કોડરાણી, દીપકભાઈ કોડરાણી, નગરપાલિકાના પ્રમુખ વૈભવ ભાઈ કોડરાણી , કારોબારી સમિતિના ચેરમેન પાર્થભાઈ સોરઠીયા, શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી,નરેન્દ્રભાઈ પલણ, સુનિલભાઈ જોબનપુત્રા, હસમુખભાઈ કોડરાણી, મહેન્દ્રભાઈ કોટક , હીરાલાલભાઈ રાજગોર, જીગ્નેશભાઈ જોશી, મનીષભાઈ દવે, મનીષભાઈ પંડ્યા, જય પ્રકાશભાઈ પંડ્યા, કોઠારી તથા ઉદવાણી પરિવારના સભ્યો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

અંજાર :. શ્રીમતીજાહ્નવીબેન પંકજભાઈ કોઠારી, શ્રીમતી શારદાબેન નરેન્દ્રભાઈ ઉદવાણી પરિવાર તથા શ્રીમતી સાવિત્રીબેન કાંતિલાલ કોઠારી પરિવાર દ્વારા પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નું અંજાર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.          

તેના ભાગરૂપે આસોવદ-૧ ,તા.૨૯-૧૦-૨૦૨૩ ના રવિવારે એક વિશાળ સામૈયુ  બપોરના ૩-૦૦ વાગ્યાથી શ્રી નુતન સ્વામિનારાયણ મંદિર પરથી નીકળશે. આ પોથી યાત્રા દરમિયાન વક્તા પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા પણ આ પોથી યાત્રામાં જોડાશે. જેના દર્શનનો લાભ સર્વે ભાવિક ભક્તોને પ્રાપ્ત થશે   

સામૈયું શરૂ થતા પહેલા  ૨૫૧ કુમારીકાઓનું શાસ્ત્રોક વિધિથી વિધિવત પૂજન યજમાન પરિવારના બહેનોના વરદ હસ્તે થશે.        ત્યાર પછી ત્યાંથી સામૈયું શરૂ થશે જેમાં કુમારીકાઓ ઉપરાંત પરમ પૂજ્ય અનંત ક્રિષ્ણજી, પરમ પૂજ્ય હાર્દિકભાઈ, શ્રી સ્વામિનારાયણ મંદિરના સંત શ્રીઓ, શ્રી સચ્ચિદાનંદ મંદિરના મહંત પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ, શ્રી રામ સખી મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી કિર્તીદાનજી મહારાજ અને મઢીના સાધ્વી બહેનો જોડાશે.બેન્ડ પાર્ટી ના સંગીતના સથવારે આ સામૈયુ શ્રીમાધવરાય મંદિર પહોંચશે.       

 અહીંથી મુખ્ય પોથી યાત્રા શરૂ થશે. જેમાં નાસિક ઢોલ, અલગ અલગ વેશભૂષાધારી વિવિધ ફ્લોટ્સ, વેદના લોકોનું પઠન કરતા બટુક બ્રાહ્મણો, નોબત શરણાઈના ના સુર સાથે આ પોથીયાત્રા રાજમાર્ગો પર પસાર થશે શહેરના રાજમાર્ગો ૧૨મીટર રોડ, દેવડીયા નાકા, પબ્લિક પાર્ક , ખડીયા, સ્વામી વિવેકાનંદ વિદ્યાલય રોડ પરથી પસાર થઈ " પ્રેમકુંજ", રાધે પાર્ટી પ્લોટ સામે, અંજાર - આદિપુર રોડ પહોંચશે. આ પોથીયાત્રામાં જોડાવવા સર્વે શહેરીજનોને કોઠારી તથા ઉદવાણી પરિવાર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.      

 આતશબાજી નું પણ સાથે સાથે આયોજન કરવામાં આવ્યું છે.      આ પોથીયાત્રા દરમિયાન સાથે જોડાયેલા અને સ્થાયી ફ્લોટ્સ માં ભાગ લેનારા બાળકોને સ્મૃતિચિન્હો દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ વિશાળ પોથીયાત્રા નું સંકલન અને સંચાલન શ્રી રામ- ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે           

શ્રી ભરતભાઈ શાહ અને શ્રી પંકજભાઈ કાંતિલાલભાઈ કોઠારી , સુધીરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શ્રી દેવાંશભાઈ કોઠારી, શ્રી ઓમ ભાઈ કોઠારી, શ્રી જગદીશભાઈ માથકિયા, શ્રી ધનજીભાઈ કેરાસીયા, શ્રી સુનિલભાઈ જોબનપુત્રા, શ્રી શ્રીરામ- ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ,શ્રી નરેન્દ્ર ભાઈ  પલણ, શ્રી રમેશભાઈ વ્યાસ, શ્રી પ્રદીપભાઈ કોડરાણી, શ્રી દિપકભાઈ કોડરાણી, શ્રી મુકેશભાઈ કોઠારી, શ્રી જીગ્નેશ ભાઈ જોશી,શ્રી ભુપેન્દ્રભાઈ રાવલ, શ્રી ચેતનભાઇ રાવલ, શ્રી મિતેશભાઇ ઉદવાણી વગેરે જયમત ઉઠાવી રહ્યા છે.














0/Post a Comment/Comments

Stay Conneted

Domain