કચ્છ ના અંજાર નગરપાલિકા માં નવા સુકાની ઓ એ લીધો ચાજૅ જુનાઓએ લીધી વિદાય

કચ્છ ના અંજાર નગરપાલિકા માં નવા સુકાની ઓ એ લીધો ચાજૅ જુનાઓએ લીધી  વિદાય 

પ્રમુખ નો તાજ વૈભવભાઇ ડી કોડરાણી ના શિરે મુકાયો નવી ટીમ કાર્યરત

અંજાર નવા વરાયેલા અંજાર નગરપાલિકાના પ્રમુખશ્રી વૈભવભાઈ દિપકભાઈ કોડરાણીના અધ્યક્ષસ્થાને સૌપ્રથમ સામાન્યસભાની મીટીંગ મળી હતી. જેમાં જુની સમિતિઓના ચેરમેનના રાજીનામા સ્વીકારી વિવિધ સમિતિઓના નવા ચેરમેન અને સભ્યોની વરણી કરવામાં આવી હતી. જેમાં એકઝીકયુટીવ કમીટીના ચેરમેન તરીકે શ્રી પાર્થભાઈ કૃષ્ણલાલભાઈ સોરઠીયા તથા સભ્યો તરીકેશ્રી ડાયાભાઈ ડુંગરભાઈ મઢવી, શ્રી સુરેશ અનિલભાઈ ટાંક, શ્રી સુરેશ રણછોડભાઈ ઓઝા, શ્રી ચિંતનકુમાર મહેશકુમાર દોશી, શ્રીમતિ પ્રીતીબેન શૈલેષભાઈ ઠકકર, શ્રી જયેન્દ્રસીંહ દાજીરાજજી  જાડેજા, શ્રી અનિલ રાજારામ પંડયા, શ્રીમતિ રાજીબેન જેઠાભાઈ અખીયાણી, શ્રી મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ, શ્રીમતિ કુંદનબેન મનસુખલાલ જેઠવા તથા જાહેર બાંઘકામ કમીટીના ચેરમેન તરીકેશ્રી શ્રી સુરેશ રણછોડભાઈ ઓઝા, જાહેર આરોગ્ય કમીટીના ચેરમેન તરીકે શ્રી શ્રી વિનોદભાઈ કાનજીભાઈ ચોટારા, વોટર વર્કસ કમીટીના ચેરમેન તરીકે શ્રી અમરીશભાઈ મણીલાલભાઈ કંદોઈ,  લાઈટ એન્ડ ગાર્ડન કમીટીના ચેરમેન તરીકે શ્રી હર્ષાબેન કિરનભાઈ ગોહિલ, શિક્ષણ અને સમાજ કલ્યાણ કમીટીના ચેરમેન તરીકે શ્રી અનિલ રાજારામ પંડયા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકેશ્રી મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ, લાયબ્રેરી કમીટીના ચેરમેન તરીકે શ્રીમતિ ઝંખનાબેન દિપેશભાઈ સોનેટા, ટાઉનહોલ કમીટીના ચેરમેન તરીકે શ્રીમતિ કંચનબેન હરસુખભાઈ બાંભણિયા, ટાઉન પ્લાનીંગ  કમીટીના ચેરમેન તરીકે શ્રી ચિંતનકુમાર મહેશકુમાર દોશી, શ્રી સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના કમીટીના ચેરમેન તરીકે શ્રી કાશીબેન કાનજીભાઈ ખાંડેકા, નગર સમુદાય વિકાસ યોજના કમીટીના ચેરમેન તરીકે શ્રીમતિ મીનાબેન મુકેશભાઈ દાતણીયા, ડીઝાસ્ટર  મેનેંજમેન્ટ કમીટીના ચેરમેન તરીકે શ્રી મુસ્તફાભાઈ નુરશાભાઈ શેખ, ગુમાસ્તાઘારા કમીટીના ચેરમેન તરીકે  શ્રીમતિ પ્રીતીબેન શૈલેષભાઈ ઠકકર તેમજ કાઉન્સીલર શ્રીમતિ કલ્પનાબેન પરેશભાઈ ગોરની દંડક તરીકે વરણી કરવામાં આવી હતી. 

ત્યારબાદ એક ખાસ સામાન્ય સભાની બેઠક મળી હતી. તેમાં ગુ. મ્યુ. ફા. બો. ધ્વારા ફાળવવામાં આવેલ એસ.જે.એમ.એમ.એસ.વી.વાય. યોજના હેઠળની રૂા.૮૦ લાખની ગ્રાન્ટમાંથી શહેરના વિવિધ વિસ્તારના રસ્તાઓ જેને અતિભારે વરસાદના કારણે નુકશાન થયેલ છે તે રીપેર કરવા તેમજ ૧પમાં નાણાંપંચની ગ્રાન્ટમાંથી રૂા. ર૬૬ લાખના ખર્ચે પાણી-ગટરના વિકાસના કામોની મંજુરી આપવામાં આવી હતી.નવા અંજાર વિસ્તારમાં આવેલા ગાયત્રી ચાર રસ્તાથી મેઘપર સુધીના રાજમાર્ગને ''પરમ શ્રધ્ધેય શ્રી કનકચંદ્ર છગનલાલ વ્યાસ માર્ગ '' નામ આપવાની સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી.

કળશ સર્કલને રીનોવેશન કરવા માટે એસ.આર.કે. ઈન્સ્ટીટયુટ, સાપેડાએ લેખિતમાં માંગણી કરેલ હતી. જેને સર્વાનુમતે મંજુરી આપવામાં આવેલ હતી. તેમાં શિક્ષાણની થીમને આવરી લઈ તેને રીનોવેશન કરવા ની મંજુરી અપાયેલ. ઠરાવનું વાંચન શાસકપક્ષના નેતા શ્રી નિલેશગર મોરારગર ગુસાઈ એ કર્યુ હતું. શાસકપક્ષના ૩ર સભ્યો હાજર રહયાં હતાં.કચેરી અધિક્ષકશ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના નેતૃત્વ હેઠળ શ્રી ગુંજન બી. પંડયા તથા શ્રી ધવલકુમાર ડી. થરાદરા એ સામાન્યસભાની કામગીરી સંભાળેલ.

સામાન્યસભાની કામગીરી બાદ રાષ્ટ્રગીતનો ગાયન કરવામાં આવેલ. ત્યારબાદ અંજાર નગરપાલિકાના નવનિયુકત કારોબારી સમિતિના ચેરમેનશ્રી પાર્થભાઈ કૃષ્ણલાલભાઈ સોરઠીયાનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. ભાજપના અગ્રણીઓ, કાઉન્સીલરશ્રીઓ, સોરઠીયા સમાજના અગ્રણીઓ, શહેરીજનો અને કર્મચારીઓની ઉપસ્થિતીમાં શાસ્ત્રોકત વિધિ સાથે તેમણે પદગ્રહણ કર્યુ હતું. શ્રી દેવેન કનકચંદ્ર વ્યાસના શાસ્ત્રોકત મંત્રોચાર બાદ ઉપસ્થિત સૌએ તેમને પુષ્પહાર,પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે પોતાનું વ્યકતવ્ય આપતાં નવનિયુકત ચેરમેનશ્રીએ જણાવ્યુ હતું કે, પક્ષો અને પ્રજાજનોએ મારા પર જે વિશ્વાસ મુકયો છે. તે બદલ આભારની લાગણી વ્યકત કરુ છું. તેમજ હું મારી ફરજ નિષ્ઠાપુર્વક બજાવી શહેરીજનોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ રહીશ.

આજના આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીવૈભવભાઈ ડી. કોડરાણી, કચ્છ જિલ્લા ભાજપના અગ્રણી શ્રી મોમાયાભા ગઢવી, શહેર ભાજપ પ્રમુખશ્રી ડેનીભાઈ આર. શાહ, ઉપપ્રમુખ શ્રીમતિ શિલ્પાબેન કિંજલભાઈ બુધ્ધભટ્ટી, શાસકપક્ષના નેતા શ્રી નિલેશગર મોરારગર ગુસાઈ, દંડક શ્રીમતિ કલ્પનાબેન ગોર, શહેર ભાજપ મહામંત્રી સર્વશ્રી અશ્વિનભાઈ સોરઠીયા(ડાડા), શ્રી દિગંતભાઈ ધોળકીયા, નગરપાલિકાના પુર્વપ્રમુખ શ્રીમતિ લીલાવંતીબેન દિલિપભાઈ પ્રજાપતિ, પુર્વ ઉપપ્રમુખશ્રી બહાદુરસિંહ ડી. જાડેજા, પુર્વ કારોબારી ચેરેમનશ્રી વિજય ડી. પલણ, પુર્વ શાસકપક્ષના નેતા શ્રી સુરેશભાઈ એ. ટાંક, કાઉન્સીલર સર્વશ્રી,શ્રી કેશવજીભાઈ સોરઠીયા, શ્રી ડાયાલાલભાઈ મઢવી, શ્રી અનીલ રાજારામ પંડયા, શ્રી જયેન્દ્રસીંહ જાડેજા, શ્રી સુરેશભાઈ ઓઝા, શ્રી અમરીશભાઈ કંદોઈ, શ્રી ચિંતનભાઈ દોષી, શ્રી મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ, શ્રી સૈયદ મામદહુશેન ગુલામશા, શ્રીમતિ કુંદનબેન જેઠવા, શ્રીમતિ ઈલાબેન ચાવડા, શ્રીમતિ પ્રિતીબેન માણેક, શ્રીમતિ મંજુલાબેન માતંગ, શ્રીમતિ નીતાબેન ઠકકર, શ્રી હર્ષાબેન ગોહિલ, શ્રી કાસીબેન ખાંડેકા, શ્રીમતિ રાજીબેન અખીયાણી, શ્રીમતિ કંચનબેન બાંભણીયા, શ્રીમતિ ગાયત્રીબા ઝાલા, શ્રીમતિ ઝંખનાબેન સોનેટા, શ્રીમતિ મીનાબેન દાતણીયા, શ્રીમતિ નસીમબાનુ રાયમા, શ્રીમતિ શકીનાબેન કુંભાર જેઓ સામાન્ય સભાની બેઠક તથા પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહયા હતા.

જયારે પદગ્રહણ સમારોહમાં કૃષ્ણકાંતભાઈ સોરઠીયા(એડવોકેટ અને નોટરી), શ્રીમતિ વિજયાબેન સોરઠીયા, શ્રી અશ્વિનભાઈ પંડયા, શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન શ્રી તેજસભાઈ મહેતા, શ્રીમતિ જયશ્રીબેન મહેતા, શ્રી આશિષભાઈ ઉદવાણી, શ્રી હિતેનભાઈ વ્યાસ, શ્રી કિંજલભાઈ બુધ્ધભટ્ટી, શ્રી દશરથભાઈ ખાંડેકા, શ્રી પુનીતભાઈ ઠકકર, શ્રી મજીદભાઈ રાયમા, શ્રી દિક્ષીતભાઈ મિરાણી, શ્રી હનીફભાઈ કુંભાર, શ્રી ફરહાનભાઈ લોઢીયા, સેવા સર્મપણ ટ્રસ્ટના પ્રમુખશ્રી પરેશભાઈ માલસતર, શ્રી સંજયભાઈ ગુદરાસણીયા, શ્રી અનીલભાઈ માલસતર, સોરઠીયા સમાજના મંત્રી શ્રી મયુરભાઈ હડીયા, અગ્રણીશ્રીઓ રમેશભાઈ શાંતીલાલભાઈ કાતરીયા, શ્રી મુકેશભાઈ કાનજીભાઈ કાપડી, શ્રી હરીશભાઈ કાતરીયા, શ્રી દર્શનભાઈ કોટક, શ્રી હર્ષદભાઈ સોલંકી વિગેરે ઉપસ્થિત રહયાં હતાં - રીપોર્ટ બાય - હિંનલ જોષી અંજાર

0/Post a Comment/Comments

Stay Conneted

Domain