માંડવીમાં બંધ ઘરમાંથી વિદેશી ચલણ રોકડ, સોના દાગીના મળી ૧૬.૮૧ લાખની ચોરી ચોરોએ પર્વ ના દિવસે લાભ ઉઠાવી ને થયા ફરાર

 માંડવીમાં બંધ ઘરમાંથી વિદેશી ચલણ રોકડ, સોના દાગીના મળી ૧૬.૮૧ લાખની ચોરી ચોરોએ પર્વ ના દિવસે લાભ ઉઠાવી ને થયા ફરાર

 ઘર પરિવાર રક્ષાબંધન મનાવા ગાંધીધામ ગયો પાછળ ૮ કલાકમાં તસ્કરોએ ચોરી કરીને ને થઈ ગ્યા ગાયબ

તસ્કરો કબાટમાંથી ૨.૫૦ લાખ રોકડ, ૧૪.૨૫ લાખના દાગીના અને ૫૦૦ અમેરિકન ડોલર ઉઠાવી ગયા

માંડવીમાં ધોળા દિવસે બંધ મકાનમાંથી અઢી લાખની રોકડ સાથે સોનાના ઘરેણાં મળી ૧૬ લાખ ૮૧ હજા૨ રૂપિયાની માલમત્તા તેમજ ૫૦૦ ડોલરની ચોરી થતાં પોલીસમાં દોડધામ મચી ગઈ છે. ચોરીનો બનાવ બુધવારે રક્ષાબંધનના પર્વે બન્યો હતો.

વોડાફોનની એજન્સી ધરાવતાં ૪૫ વર્ષિય અમિત ભણસારી માંડવીની સુંદરવન સોસાયટી-૧માં ૨હે છે. બુધવારે રક્ષાબંધનના પર્વ નિમિત્તે માતા-પિતા અને પત્ની-દીકરી સાથે તેઓ ઘરને તાળું મારી ગાંધીધામમાં રહેતાં મામા ડૉ. રાજેન્દ્ર શાહના ઘેર ગયાં હતાં.પર્વની ઉજવણી કરી પરિવાર રાત્રે નવ વાગ્યે માંડવી પરત ફર્યો ત્યારે ઘરમાં ચોરી થયાંની જાણ થઈ હતી.

માંડવીના સુંદરવન સોસાયટી-૧માં રહેતો પરિવાર રક્ષા બંધન મનાવવા ગાંધીધામ ગયો ને પાછળ આઠ કલાકમાં તસ્કરોએ બંધ ઘરમાં ખાતર પાડીને રોકડ રૃપિયા અઢી લાખ, ૧૪ લાખ ૨૫ હજારના સોનાના દાગીના અને અમેરીકન ડોલર ૫૦૦ મળીને ૧૬ લાખ ૮૧ હજારના મુદામાલની ચોરી કરી જતાં કાયદાના રક્ષકોમાં દોડાધામ મચી જવા પામી છે. 

પ્રાપ્ત વિગતો મુજબ સુંદરવન સોસાયટી-૧માં રહેતા અને વોડાફોનની એજન્સી ચલાવતા અમિત બીપીનચંન્દ્ર ભણસારી (જૈન)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ બુાધવારે બપોરે એક વાગ્યાથી રાત્રીના નવ વાગ્યા દરમિયાન બન્યો હતો. ફરિયાદી પરિવાર સાથે તેમના મામાના ઘરે ગાંધીધામ રક્ષા બંધનની ઉજવણી કરવા ગયા હતા. જ્યાંથી પરત રાત્રે નવ વાગ્યે ઘરે આવ્યા ત્યારે તેમના ઘરના પાછળના દરવાજાને કોઇ અજાણ્યા શખ્સોએ સળિયાથી તોડી અંદરના મઇન દરવાજાની નીચેાથી હોલ પાડી સ્ટોપર ખોલીને ઘરમાં પ્રવેશીને ઘરના બેડરૃમમાં કબાટનું લોક તોડીને અંદરાથી રૃપિયા ૨ લાખ ૫૦ હજાર રોકડા, સોના હિરા જડેલા દાગીનાઓ રૃપિયા ૧૪ લાખ ૨૫ હજાર તેમજ અમેરીકન ૫૦૦ ડોલર મળીને કુલે રૃપિયા ૧૬ લાખ ૮૧ હજારનો મુદમાલની ચોરી કરી ગયા હતા. બનાવની જાણ થતાં માંડવી પોલીસ કાફલો ડોગસ્વોડ ટીમ સાથે તસ્કરોનું પગેરૃ મેળવવા સઘન છાનબીન શરૃ કરી હતી.

ઘરમાંથી કેટલો મુદ્દામાલ ચોરાયો - સોનાનું હિરા પેંડલ સાથેનું મંગળસૂત્ર રૃપિયા ૫૫ હજાર, સોનાની વીંટી હીરા જડેલી નંગ ૩, કિંમત રૃપિયા ૯૦ હજાર, સોનાની બુટી નંગ ૪, કિંમત રૃપિયા ૬૬ હજાર, બે નંગ સોનાની બંગડી કિંમત રૃપિયા ૧,૦૫,૦૦૦, રૃપિયા ૨ લાખ ૧૦ હજારની સોનાની ચંદન ચુડી નંગ બે, સોનાનો હાર પેંડલ સાથેનો કિંમત રૃપિયા ૧.૬૨ લાખ, સોનાનો સેટ કિંમત રૃપિયા ૧.૨૦ લાખ, સોનાની ચેઇન નંગ ૮ કિંમત રૃપિયા ૩.૬૦ લાખ, સોનાની વીંટી નંગ ૪ કિંમત રૃપિયા ૬૦ હજાર, સોનાની ઝુંમકી કિંમત રૃપિયા ૩૯ હજાર, સોનાની લગડી નંગ ૧, કિંમત રૃપિયા ૩૦ હજાર, સોનાની હિરા જડેલી વીંટી નંગ ૧, કિંમત રૃપિયા ૬૦ હજાર, સોનાનું હિરા જડેલું પેંડલ કિંમત રૃપિયા ૬૮ હજાર, તેમજ રોકડા ૨.૫૦ હજાર અને ૫૦૦ અમેરીકન ડોલર (ભારતીય રૃપિયા ૬ હજાર) મળીને કુલે રૃપિયા ૧૬.૮૧ લાખનો મુદમાલ ચોરી ગયા હતા - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain