માંડવીના મોટી રાયણ નદી પટ્ટામાં નવીન ગેંગની ખુલ્લેઆમ રેતીચોરી

 માંડવીના મોટી રાયણ નદી પટ્ટામાં નવીન ગેંગની ખુલ્લેઆમ રેતીચોરી

રણ-દરીયો અને પર્વતોન હારમાળા ધરાવતા કચ્છ જિલ્લાના પેટાળમાં પણ અનેકવિધ પ્રકારના ખનીજા ધરબાયેલા છે. આ ખનીજમાંથી સરકારને જે રોયલ્ટીની ખરેખર આવક થવી જાઈએ તેનાથી તો અનેકગણી ચોરી ખનીજતસ્કરો કરી રહ્યા છે. આ ખનીજમાફીયાઓ હવે એવા બેફામ બન્યા છે કે, નદી પટ્ટની રેતીને પણ નથી છોડતા. આ જ મામલે માંડવી પટ્ટાના મોટી રાયણ ગામના નદીપટ્ટામાં પણ પાછલા કેટલાક સમયથી નવીન અને તેની ખતરનાક ગેંગ બિનધાસ્ત તથા બેફામ બનીને રેતીચોરી બેરોકટોક કરી રહ્યા હોવાનુ ચર્ચાય છે. જાણકારો દ્વારા કહેવાઈ રહયુ છે કે, લીઝ મંજુર હોવાના નામે આ ગેંગે મોટાભાગની નદી સફાચટ કરી દીધી છે. જયા આ ગેંગની લીઝ હશે તે પટ્ટામાં તો રેતી છે જ નહી, પરંતુ એ મંજુર લીજના નામે આખીય નદીમાં દાદાગીરી પૂર્વક રેતીચોરી કરી રહ્યા છે. ખુલ્લેઆમ રેતીચોરીની ઘટનાને અંજામ અપાતો હોય અને તે લાંબા સમયથી ચાલતો હોય તો પછી ખાખીધારીઓ અથવા તો ખાણખનિજવીભાગની પણ તેમાં મુકસહમતી અથવા તો ભાગબટાઈ હોય જ તેવો પણ સુચક ઈશારો જાગૃત નાગરીક દ્વારા કરાયેલી રજુઆતમાં જણાવાય છે. જે ખાણખનિજ વિભાગ દ્વારા આ પટ્ટામાં સરપ્રાઇજ તપાસ કરવામાં આવે તો અહીથી સરકારને રોયલ્ટીનો મોટા દલ્લો હાથ લાગી શકે તેમ હોવાનુ પણ જણાવાયુ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain