મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર ત્રણને ૭ થી ૨૦ વર્ષ સુધીની સખ્ત કેદની સજા ફટકારતી સ્પેશીયલ પોકસો કોર્ટ

 મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર ત્રણને ૭ થી ૨૦ વર્ષ સુધીની સખ્ત કેદની સજા ફટકારતી સ્પેશીયલ પોકસો કોર્ટ

મોરબી- તા ૧૫ માર્ચ ૨૦૨૩ - સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપીઓને આકરી સજા ફટકારી, ભોગ બનનારને ૧.૫૫ લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો

મોરબીના ચકચારી પોક્સો અને દુષ્કર્મના કેસમાં સ્પેશ્યલ પોક્સો કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા ગુનામાં સંડોવાયેલ ત્રણેય આરોપીને કસુરવાન ઠેરવીને સાત વર્ષથી વીસ વર્ષ સુધીની સખ્ત કેદની સજા ફટકારી છે અને ભોગ બનનારને વળતર ચુકવવા માટે આદેશ કરવામાં આવ્યો છે

આ કેસની હકીકત જોઈએ તો મોરબીની રહેવાસી ૧૫ વર્ષ ૦૪ માસની સગીરાને એક ઇસમેં ફેક ઇનસ્ટાગ્રામ આઈડી બનાવી પ્રેમજાળમાં ફસાવી રૂપિયાની માંગણી કરી હતી અને બીભત્સ ફોટો મેળવી બ્લેકમેલ કરી હતી તેમજ અન્ય બે આરોપીઓએ પણ મુખ મૈથુન કરાવી વિડીયો બનાવી ધમકી આપી અલગ અલગ સ્થળે લઇ જઈને દુષ્કૃત્ય આચરી રૂપિયા પડાવ્યા હતા અને દુષ્કર્મ આચર્યું હતું જે બનાવને પગલે ગત તા. ૦૭-૦૫-૨૦૨૨ ના રોજ પોલીસે ફરિયાદ નોંધી આરોપી મિત ચંદુભાઈ શીરોહિયા રહે મોરબી સો ઓરડી શેરી નં ૦૧, આર્યન શબ્બીર વલી સોલંકી રહે વિસીપરા મદીના સોસાયટી મોરબી અને હર્ષ ઉર્ફે જીગો કાંતિભાઈ સાણંદીયા રહે રાજનગર લીમડા ચોક પંચાસર રોડ મોરબી એમ ત્રણ ઇસમોને ઝડપી લઈને રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ કરી હતી તેમજ પોલીસે ગુનામાં વપરાયેલ મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો

જે ગુનામાં આરોપીઓ વિરુદ્ધ ગુનાની એફ.આઈ.આર ઉપરાંત ભોગ બનનાર સાથે મુખ મૈથુન કરેલ તે સ્થળનું ડેમોસ્ટ્રેશન પંચનામું, બનાવમાં ઉપયોગ કરેલ મોબાઈલ કબજે કર્યાનું પંચનામું, બનાવમાં વાપરવામાં આવેલ અલ્ટો કાર કબજે કર્યાનું પંચનામું સહિતના પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા અને પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હોય જે કેસ ડી પી મહીડા સાહેબની કોર્ટમાં સ્પેશ્યલ પોક્સો કોર્ટ મોરબીમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી દવેએ કોર્ટમાં ૨૧ મૌખિક પુરાવા અને ૪૫ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને સ્પેશ્યલ પોક્સો કોર્ટે ત્રણેય આરોપીઓને કસુરવાન ઠેરવ્યા હતા

જે ગુનામાં કસુરવાન ઠરેલા આરોપી મિત ચંદુભાઈ સીરોહિયાને જાતીય ગુણોથી બાળકોના રક્ષણ અધિનિયમ ૨૦૧૨ની ક્લમ ૩ (એ), ૪ માં ૭ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧૦,૦૦૦ દંડ અને દંડ ભરવામાં નિષ્ફળ જાય તો ૬ માસની સખ્ત કેદની સજા તેમજ પોક્સો એક્ટની લ્ક્મ ૧૨ માં ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને દંડ રૂ ૫૦૦૦ અને દંડ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ ત્રણ માસની સજા ફટકારી છે જયારે આરોપી હર્ષ ઉર્ફે જીગો કાંતિભાઈ સાણંદીયાને પોક્સો એક્ટની લ્ક્મ ૩ (એ) ૪ માં ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧૫,૦૦૦ દંડ અને દંડ ભરવામાં નિષ્ફળ જાય તો ૯ માસની સજા ફટકારી છે

જયારે આર્યન શબ્બીર સોલંકીને આઈપીસી કલમ ૩૭૬ (૨) (જે), ૩૭૬ (૩) ની સાથે પોક્સો એક્ટની કલમ ૩ (એ) ૪ માં ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૨૦,૦૦૦ નો દંડ અને દંડ ભરવામાં નિષ્ફળ જાય તો ૧ વર્ષની સખ્ત કેદની સજા ફટકારવામાં આવી હથી - રિપોર્ટ- રજાક બુખારી


0/Post a Comment/Comments

Stay Conneted

Domain