રાજકોટમા ગેરકાયદેસર રીતે તમંચો રાખવાના ગુનામાં રિમાન્ડ ના મંજૂર કરી જામીન પર છોડી મૂકવા હુકમ કરતી કોર્ટ

રાજકોટમા ગેરકાયદેસર રીતે તમંચો રાખવાના ગુનામાં રિમાન્ડ ના મંજૂર કરી જામીન પર છોડી મૂકવા હુકમ કરતી કોર્ટ


મોરબી- તા ૧૬ માર્ચ ૨૦૨૩ - તારીખ- ૧૫-૩-૨૦૨૩ના રોજ રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 25(1.b)a મુજબ ગેરકાયદેસર રીતે દેશી તમંચો રાખવા અંતર્ગત ફરિયાદ નોંધાયેલ હતી. ફરિયાદના કામે આરોપી ભરત ઉર્ફે કેતન હરેશભાઈ બાહુકિયા ની પોલીસે ધરપકડ કરી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલ, પોલીસ દ્વારા આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ માંગ કરેલ હતી.                          

આરોપીના વિદ્વાન વકીલ શ્રી એ ધારદાર દલીલો કરી રિમાન્ડ ના મંજૂર કરાવેલ હતા ઉપરાંત હથિયાર ધારાની કલમ મુજબ ધારદાર દલીલો કરી આરોપીને જામીન પર છોડી મૂકવાની રજૂઆત કરેલ હતી આરોપીના વકીલ શ્રી ની દલીલો ને માન્ય રાખી નામદાર  કોર્ટે એ આરોપીને રેગ્યુલર જામીન પર છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.   

આ કેસમાં આરોપી વતી વિઠલાપરા સોલિસિટર્સ એન્ડ એડવોકેટ્સના વકીલ શ્રી ચેતન વિઠલાપરા, ભાવેશ જેઠવા, વિજય વણઝારા, સાગર સરવૈયા, સંજય ચાવડા ,લવજી ભજગોતર , કિરીટ ગોહિલ, જે ડી બથવાર ,પી બી જેઠવા ,કિશન ભીમાણી  ,એન કે ચુડાસમા. રોકાયેલ હતા - રિપોર્ટ રજાક બુખારી

0/Post a Comment/Comments

Stay Conneted

Domain