મોરબીના કાલીકાનગર અને ચાંચાપરના અનુસુચિત જાતીના અરજદારો છ માસથી કલેકટર કચેરી સામે ન્યાય માંગવા ઉપવાસ આંદોલન પર બેઠા હોવા છતા તંત્રના પેટનુ પાણી પણ નથી હલતુ ઉગ્ર આક્રોશ

મોરબીના કાલીકાનગર અને ચાંચાપરના અનુસુચિત જાતીના અરજદારો છ માસથી કલેકટર કચેરી સામે ન્યાય માંગવા ઉપવાસ આંદોલન પર બેઠા હોવા છતા તંત્રના પેટનુ પાણી પણ નથી હલતુ ઉગ્ર આક્રોશ

મોરબી તા ૨૪ માર્ચ ૨૦૨૩ - કાલીકાનગરમા સાંથણીમા ફાળવેલ પાંચ એકર જમીન ફરીથી અન્ય મંડંળીને કાળો પથ્થર કાઢવા લીઝ પર ફાળવી દીધી અને ચાંચાપર દલિત સમાજના સમશાન પર સમાજવાડી બનાવવા મંજુરી આપી દેતા દલીત સમાજ લાલધુમ થયો હતો મળતી માહિતિ મુજબ મોરબી જીલ્લામા આવેલ કાલીકાનગરમા સાંથણીમા આપેલી જમીન અન્યને ફાળવી દેતા તેમજ ચાંચાપર ગામે અનુસુચિત જાતીના સમશાનની જમીનમા સમાજવાડી બનાવવાની મંજુરી આપી દેતા છેલ્લા છ માસથી કલેકટર કચેરી સામે છાવણી રાખી બને ગામના દલિત અરજદોરો ન્યાય માટે વલખા મારી રહયા છે છતા જાડી ચામડીના જવાબદાર અધિકારીઓના પેટનુ પાણી પણ હલતુ નથી ત્યારે દલિત સમાજમા ઉગ્ર આક્રોષ જોવા મળ્યો હતો

મોરબી જીલ્લાના દલિત સમાજના આગેવાન ડાયાભાઈ રાઠોડે જણાવ્યુ હતુ કે કાલીકાનગરના ઉપવાસી પ્રવિણભાઈ ઉકાભાઈ સોલંકીના દાદા મધાભાઈ હમીરભાઈ સોલંકીને ૧૯૭૦મા ડેપ્યુટી કલેકટરે સાંથણીના કાયદા હેઠળ પાંચ એકર જમીન ફાળવી હતી આ જમીન જુનીશરતમા પણ ફેરવાઈ ગઈ હતી ત્યારે મોરબી જીલ્લા કલેકટરે આ જમીન ૨૦૧૯મા પોરબંદરના ગોરખનાથ સહકારી મંડળીના પ્રમુખ કેશુ સાજણ ઓડેદરાને કાળો પથ્થર કાઢવાની લીઝ મંજુર કરી આપી અને પોલીસ બંદોબસ્ત સાથે કબજો ખાલી કરાવવા આવતા કલેકટર સામે ૧૮૫ દિવસથી ઉપવાસ આંદોલન પર બેઠા છે જેની પાસે પ્રાંત અધિકારી મામલતદાર સર્કલ ઓફીસર તલાટીમંત્રી અને સરપંચની સહિઓ સાથે ની શનદ છે અને ચતુર્દિશા મુજબ માપણી કરવાનુ કહેતા મોરબી મામલતદાર દ્રારા નકલી શનદ રેકર્ડ પર રાખી અલગ ચતુર્દિશા બતાવી કલેકટરે છ કરોડની જમીન પરથી બેદખલ કરવા ખોટો હુકમ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો તેમજ આ કીમતી જમીનની લીઝ અન્યને મંજુર કરી કલેકટર પ્રાત અધિકારી અને મામલતદારે ભ્રષટાચાર આદરી હોદાનો દુરઉપયોગ કર્યો હોવાના અને અનુસુચિત જાતીના હોવાથી ભેદભાવ રાખી હડધુત ભર્યા વહેવાર કરતા હોવાના આક્ષેપો કર્યા હતા અને ભાજપ સરકાર વિરુધ્ધ આકરા પ્રહાર કર્યા હતા

વધુમા જણાવ્યુ હતુ કે મોરબીના ઝુલતાપુલના માનવભક્ષી એવા જયસુખ પટેલ ચાંચાપર ગામના છે તેના સાગરીતો દ્રારા ચાંચાપર ગામમા રાજાશાહી વખતના અનુસુચિત જાતીના સમશાનમા હાજપીંજરો ખોદીને સમાજનો સાંસ્કૃતિક હોલ બનાવવા અનઅધિકૃત કબજો કરી રહયા છે છતા સરકારી અધિકારીઓ મુકપ્રેક્ષક બની તમાશો જોઈ રહયા છે ત્યારે ન્યાય માટે કાલીકાનગર અને ચાંચાપર ગામના દલિતસમાજે છ મહિનાથી આંદોલન છેડી ન્યાય માટે વલખા મારી રહયા છે તેવુ દલીતસમાજના અગ્રણી ડાયાભાઈ રાઠોડે જણાવ્યુ હતુ - રિપોર્ટ- રજાક બુખારી મોરબી

0/Post a Comment/Comments

Stay Conneted

Domain