મોરબીમા ઓલ ઈંન્ડીયા મહિલા પરિષદે બેંક ઓફ ઈંન્ડીયાના ઉપક્રમે મહિલાઓને પગભર કરવા સેમિનારનુ ભવ્ય આયોજન કરાયુ હતુ

 મોરબીમા ઓલ ઈંન્ડીયા મહિલા પરિષદે બેંક ઓફ ઈંન્ડીયાના ઉપક્રમે મહિલાઓને પગભર કરવા સેમિનારનુ ભવ્ય આયોજન કરાયુ હતુ

મોરબી તા-૧૭ માર્ચ ૨૦૨૩ - મહિલાઓને બેંકિગ નાણાકીય વહિવટ અંગે માર્ગદશન આપી આર્થિક રીતે પગભર થવા તાલીમ આપવામા આવી હતી

મોરબીમા ઓલ ઈંન્ડીયા  મહિલા પરિષદે બેંક ઓફ ઈંન્ડીયાના ઉપક્રમે મહિલાઓ માટે તાલીમ સેમિનારનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ આ તાલીમ શીબીરમા બેંક ઓફ ઈંન્ડીયાના મહિલા સ્ટાફ દ્રારા બહેનોને બેંકમા બચત ખાતુ ખોલાવવા તેમજ આર્થિક રીતે બહેનોને પગભર કરવા બેંક દ્રારા મહિલાઓને કઈ કઈ નાણકીય સુવિધાઓ આપવામા આવે છે અને બેંકના સહકારથી બહેનો નાના નાના ગૃહ ઉધોગો વિકસાવી કેવી રીતે પગભર થઈ શકે છે તેની સરળ રીતે માહિતી આપતા અનેક બહેનો બેંકમા બચત ખાતા ખોલાવવા માટે તૈયાર થયા હતા આ મહિલા તાલીમ સેમિનારમા બહોળી સંખ્યામા બહેનો ઉપસ્થિત રહયા હતા

આ તાલીમ સેમિનારમા ઓલ ઈંન્ડીયા મહિલા પરિષદના પ્રમુખશ્રી પ્રફુલાબેન સોનીએ જણાવ્યુ હતુ કે ૮મી માર્ચ મહિલા દિવસની ઉજવણી સમયે અન્ય શહેરોમા કાર્રક્રમ હોવાથી મોરબીમા ઉજવણી કરી શકયા નથી જેથી આ તાલીમ સેમિનારમા મહિલાઓને આર્થીક પગભર કરવા નાણાની બચત કરવા તેમજ બેંક વીશેની તમામ માહિતી પુરી પાડી બહેનો આગળ આવે તેવા પ્રયાસો સાથે તાલીમનુ આયોજન કરવામા આવ્યુ હતુ 


આ કાર્યક્રમને સફળ બનાવવા ઓલ ઈંન્ડીયા મહિલા પરિષદ મોરબીના પ્રમુખશ્રી પ્રફુલાબેન સોની- સેક્રેટરી ધવનીબેન માર્સેટી સહિતના હોદેદારો તેમજ બેંક ઓફ ઈન્ડીયાના એડમિનિસ્ટ્રેશન વિભાગના સિનિયર મેનેજર સુનિતાબેન- લોન વિભાગના સીનીયર મેનેજર હંસિકાબેન યાદવ- બેંકના અધિકારી કોમલબેન કટારીયા તેમજ કલાર્ક ભાવનાબેન અજમેરિયા સહિતનાઓએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી - રિપોર્ટ-રજાક બુખારી







0/Post a Comment/Comments

Stay Conneted

Domain