મોરબી માળીયા મિંયાણાના ધારાસભ્યશ્રી કાંતીલાલ અમૃતિયાની માનતા ઉતારતા લોખંડના વેપારી વિમલભાઈ જોષી

મોરબી માળીયા મિંયાણાના ધારાસભ્યશ્રી કાંતીલાલ અમૃતિયાની માનતા ઉતારતા લોખંડના વેપારી વિમલભાઈ જોષી

મોરબી તા ૧૩ માર્ચ ૨૦૨૩ - ધારાસભ્યશ્રી કાંતીલાલ અમૃતિયાને ટીકીટ મળે અને જંગી બહુમતીથી જીત થાય તેની માનતા નસીતપર ગામે આવેલ રાણીચણા હનુમાન પાસે રાખી હતી

મોરબી માળીયા મિંયાણાના લોક લાડીલા ધારાસભ્યશ્રી કાંતીલાલ અમૃતિયાને ધારાસભાની ચુંટણીમા ભારતીય જનતા પાર્ટીની ટીકીટ મળી જાય અને જંગી લીડથી જીત થાય તેવી માનતાઓ અનેક ચાહકોએ રાખી હતી ત્યારે લોકચાહના ધરાવતા ધારાસભ્યશ્રી કાંતીલાલ અમૃતિયાને ચાહકોની માનતા ફળી હતી અને મોરબી માળીયા ધારાસભાની બેઠક પર જંગી બહુમતીથી વીજય થયો હતો

 

ત્યારે મોરબીમા રહેતા લોખંડના વેપારી વિમલભાઈ જોશીએ મોરબીના નસીતપર નારીચણા હનુમાન મંદીરે માનતા રાખી હતી કે કાંતીલાલ અમૃતિયાને ટીકીટ મળે અને  ભાજપના ધારાસભ્ય તરીકે જંગી લીડથી વીજય થાય તો હનુમાન મંદિરે કાંતીલાલ અમૃતિયાનુ સન્માન કરી પ્રસાદ ધરશે જેથી માનતા પુરી થતા નસીતપર ગામે આવેલ નારીચણા હનુમાન મંદિરે ધારાસભ્યશ્રી કાંતીલાલ અમૃતિયાનુ ફુલહારથી સન્માન કરી પ્રસાદનુ આયોજન કરવામા આવ્યુ હતુ આ કાર્યક્રમમા મોરબીના ભારતીય જનતા પાર્ટીના ૪૦૦ જેટલા કાર્યકરો અને હોદેદારોએ હાજરી આપી હતી

આ પ્રસંગે ધારાસભ્યશ્રી કાંતીલાલ અમૃતિયાએ ચાહકો અને કાર્યકરોનો આભાર માન્યો હતો અને ધારાસભ્યશ્રીએ જણાવ્યુ હતુ કે મોરબીનો વિકાસ થાય અને લોકો શાંતીથી રહી શકે તેવા સાથે મળીને પ્રયત્નો કરશુ અને આ બજેટનુ સત્ર પુરુ થયા પછી નવા બજેટ સત્રમા વધુને વધુ મોરબીનો વિકાસ થાય તેવી શકિત હનુમાનજી આપે તેવી પ્રાથના કરી હતી આ પ્રસંગે સામાજીક આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામા જોડાયા હતા - રિપોર્ટ- રજાક બુખારી

0/Post a Comment/Comments

Stay Conneted

Domain