આજ રોજ ગુજરાત પોલીસના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા નીચેના મુદ્દાઓને અનુલક્ષીને મુંદરા પોલીસ સ્ટેશન pi ને આવેદન પત્ર આપવામાં આવ્યું

આજ રોજ  ગુજરાત પોલીસના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા નીચેના મુદ્દાઓને અનુલક્ષીને મુંદરા પોલીસ સ્ટેશન pi ને આવેદન પત્ર આપવામાં આવ્યું



૧. હથિયારી-બિનહથિયારી પોલીસ, એસઆરપી, જેલ પોલીસ અને હોમગાર્ડ જવાનોનાં હાલના પગાર-ભથ્થાનાં માળખામાં ધરમૂળથી સુધારો કરી તેમની ૨૪ કલાકની ડ્યુટી પ્રમાણે નવા ગ્રેડ-પે સાથે અદ્યતન પગાર-ભથ્થા લાગુ કરવામાં આવે.


૨. કોન્સ્ટેબલ થી પીએસઆઈ સુધીના વર્ગ-૩ની બદલીમાં રાજકીય દખલગીરી સદંતર બંધ કરવી અને બદલી માટે નેતાઓ કે અધિકારીઓને આજીજી કરવી ન પડે તેમજ બદલી પ્રક્રિયામાં પારદર્શક્તા અને ઝડપ આવે તે સારૂ રાજ્ય કક્ષાએ “પોલીસ બદલી કમિટી”ની રચના કરવી.


૩. બિનજરૂરી ટાર્ગેટ આપવાથી પોલીસ ઉપર માનસિક તણાવ ઉત્પન્ન થાય છે માટે પોલીસ સ્ટેશનોમાં અટકાયતી પગલા, પ્રોહીબીશન એક્ટ, એમ.વી એક્ટ તેમજ માસ્ક દંડ કે અન્ય બાબતે ટાર્ગેટ આપવાની પ્રથા તાત્કાલિક બંધ કરવી.    


૪. એસ.આર.પી બટાલીયનને મહાનગરો અને જીલ્લામાં જરૂરીયાત પ્રમાણે સ્થાયી કરવામાં આવે.


૫. વતન સિવાયના જીલ્લામાં પોસ્ટીંગ થયેલ મહિલા પોલીસને અગ્રીમતાનાં ધોરણે રહેણાંકનું મકાન ફાળવવામાં આવે તેમજ કચેરીમાં મહિલા પોલીસની પ્રાઈવસી અંગે વ્યવસ્થા કરવામાં આવે.


સંજય બાપટ,મુંદરા શહેર પ્રમુખ મજીદ સમાં,મુંદરા શહેર સંગઠન મંત્રી હરેસગર ગોસ્વામી,સબાન ખોજા, સતીશ રાવલ,અસગરખાન પઠાણ, સહિત ના કાર્યકતા ઓ બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

અહેવાલ - સંજય બાપટ મુંન્દ્ના

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain