ગૌચર સાથણી,વન્ય,ખરાબા,ટાવર્સ, જેવી જમીનો ની માપણી કરી પંચાયતો ને સોપવા અને દબાણો દૂર કરી કાયદેસર કાર્યવાહી કરવા બાબત.

                                               ધ્રુવજસિંહ ટી. ચુડાસમા

                                                    9825077720

                                               (૨) સંજય એસ બાપટ

                                               B/૬ મહાવીર કોમ્પ્લેક્ષ

                                           જુના બંદર રોડ મુંદરા કચ્છ

                                                 તા ૧૫/૦૪/૨૦૨૧

પ્રતિ

નામદારશ્રી

 કલેકટર સાહેબશ્રી

જીલ્લા સેવા સદન ભુજ કચ્છ

 

વિષય:-ગૌચર સાથણી,વન્ય,ખરાબા,ટાવર્સ, જેવી જમીનો ની માપણી કરી પંચાયતો ને સોપવા અને દબાણો દૂર કરી કાયદેસર કાર્યવાહી કરવા બાબત.


                 જય ભારત સાથે જણાવવાનુકે અમો અરજદારો સામાજિક કાર્ય કરીએ છીએ

 

અમારા ધ્યાન પર આવ્યું છે કે કચ્છ જીલ્લા માં ઘણા વર્ષોથી જમીનો માત્ર કાગળ પર છે અને મૂળ જમીનો પર કંપનીઓ અને ભુ માફિયા ઓ કબજો કરી બેઠા છે ગ્રામપંચાયત ને જ્યારે ગૌચર,ટાવર્સ, ખરાબા,જંગલખાતા,સાથણી જેવી વિવિધ જમીનો બાબતે રજુઆત કરવામાં આવે છે ત્યારે આ જમીનો ક્યાં આવેલી છે તેજ પંચાયત ને ખબર નથી હોતી


આ જમીનો પંચાયત પોતે DLR પાસે માંપણી કરાવે તો બઉ મોટા પ્રમાણ માં ખર્ચ લાગતો હોવાનું અને અમુક પંચાયતો પાસે સ્વંભંડોળ ના અભાવ હોવાનું માલુમ પડ્યું છે


ગૌચર જમીનો ના સુધારણા માટે મળતી ગ્રાન્ટ પણ ગૌચર જમીનો સ્થણ પર ન હોઈ પરત કરવાની ફરજ પડતી હોય છે બીજી તરફ અદાણી જેવા ડેવલોપર્સ ને ડેવલોપમેન્ટ ના નામે અપાયેલી જમીનો અદાણી દ્વારા અમુક જમીનો ઉંચી કિંમતે અન્ય કંપનીઓને ૩૦ વર્ષ ની લિઝ ઉપર આપી દેવામાં આવેલ છે જેની પરવાનગી પણ લેવા માં આવેલ નથી


મહેસુલ વિભાગના પરિપત્ર ક્રમાંક જમન/૩૯૯૯/૨૯ એ તારીખ ૨૭-૧-૨૦૦૪ વાળા પરિપત્ર મુજબ ઔધોગિક એકમ ને ગૌચર જમીન આપવા માં આવે તો તેટલીજ અન્ય જમીન ઔધોગિક એકમે ખરીદ કરી જે તે ગ્રામપંચાયત ને આપવાની રહેશે અને ઔધોગિક એકમ પાસેથી એકવડી બજાર કિંમત સરકાર માં જમા કરાવવાની રહેશે જ્યારે કચ્છ જીલ્લા ના અદાણી જેવા ઔધોગિક એકમો ને ગૌચર જમીનો મંજુર કરવા માં આવેલ છે તે સામે તેટલીજ જમીનો આજ દિન સુધી અમુક કંપનીઓએ જે તે ગ્રામપંચાયત ને અન્ય ખરીદ કરી સોંપી આપેલ નથી કે એકવડી બજાર કિંમતની રકમ સરકાર માં જમા કરાવેલ નથી તેમજ ગૌચર ઓછું થવાના પ્રસંગે પ્રજાને રોજગારી અને પરોક્ષ લાભોમાં ઔધોગિક એકમે અગ્રતાક્રમ આપવાનો રહેશે તેમ છતા પણ આ કચ્છ જીલ્લા માં આવેલા ઘણા એકમોએ આ પરિપત્ર નો અમલ કરવા માં આવેલ નથી આવી કંપનીઓ પાસે થી ગૌચર અને સાથણી ની જમીનો પરત મેળવી સ્થાનિક ગ્રામ પંચાયતો ને જમીની સ્તર પર સોંપણી કરવા માં આવે અને ગરીબ પછાત વર્ગ ના લોકો ને સાથણી ની જમીન અને અબોલ પશુઓ ને ગૌચર જમીન પરત આપવા માં આવે ઉપરોક્ત  વિષય પર ગૌચર અને સાથણી ની જમીનો ની માપણી કરાવી સ્થાનિક ગ્રામપંચાયતો ને જમીનો ખાલી કરાવી દિવસ ૧૫ માં સુપરત કરાવવા  માનસર અરજ છે


નોંધ:-ઝરપરા ની ૪૦૦ એકર જમીન પરત કરવા નામદાર હાઇકોર્ટે હુકમ કરેલો હોવા છતાં અદાણી ગ્રુપ આ જમીન પરત કરેલ નથી કચ્છ જીલ્લા ની તમામ ગૌચર અને સાથણી ની જમીન માટે અમારે દિવસ "૧૫ પછી કોઈ કાર્યવાહી નહિ થાય તો નામદાર ગુજરાત હાઇકોર્ટ માં જવાની ફરજ પડશે જેની જવાબદારી આપશ્રી ની રહેશે


નકલ રવાના ગૌચર દબાણ દૂર કરવા

અને નિમ કરવા ની કાર્યવાહી કરવા માટે

કચ્છ જીલ્લા વિકાસ અધિકારીશ્રી

ભુજ કચ્છ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain