અંજાર શહેર ના વોર્ડ નંબર ૨ ના ૨૫ ઉપરાંત કાર્યકરો આપ ની ટોપી પહેરી

કચ્છ - અંજાર  -  તારીખ - ૦૩/૧૦/૨૦૨૧ રવીવાર


અંજાર શહેર ના વોર્ડ નંબર ૨ ના ૨૫ ઉપરાંત કાર્યકરો આપ ની ટોપી પહેરી.



ઐતીહાસીક અંજાર શહેર ના વોર્ડ નબર ૨ એટલે શાસક પક્ષ ના નેતા ના વિસ્તાર. આ વિસ્તાર મા પ્રાથમિક જરૂરિયાત મુજબ લોકો આજની તારીખે ગટર, લાઈટ, પાણી, રોડ ની અસુવિધા ના કારણે પીડાઈ રહી છે પરંતુ સતાધીશો સમસ્યા નું નિરાકરણ લાવવામા નિષ્ફળ નીવડેલી હોવાથી લોકો ભાજપ પર રાખેલો વિશ્વાસ ગુમાવી રહી છે ત્યારે વોર્ડ નબર ૨ ના ૨૫ કાર્યકરો આજરોજ આમ આદમી પાર્ટી નો વિધિવત ખેસ તેમજ ટોપી અંજાર શહેર પ્રમુખ આમ આદમી પાર્ટી હિરેન સોરઠીયા,પૂર્વ કરછ જિલ્લા પ્રવકતા જીતેન્દ્ર ચોટારા, ઉપાધ્યક્ષ જૉગેન્દ્રસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ, ગનુભા જાડેજા, હિરેન હડિયા, હિતેશ સોની, હિરેન આહીર, કિશોરભાઈ રાઠોડ   ની ઉપસ્થિતી મા જોડાયેલ હતા અને રસ્તા પર અંજાર શહેર ની પ્રજા ને જાગૃત કરવા શહેર મા સોરઠીયા નાકા, સવાસર નાકા, અંજાર નગર પાલિકા કચેરી તેમજ દેવળીયા નાકા પાસે પડેલ મસમોટા ખાડા સામે " વિકાસ બેટા હવે તો સામે જો" ના સૂત્રો  લખવામાં આવેલ હતા 



તેમજ ખાડા પાસે રામધૂન બોલાવી કુંભકર્ણ ની નિંદ્રા માણી રહેલ તંત્ર ને જગાડવા પ્રયત્ન કરવામાં આવેલ છે તેવું અખબારી યાદી દ્વારા પ્રવકતા પૂર્વ કરછ જિલ્લા જીતેન્દ્ર ચોટારાએ જણાવેલ હતી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગ્રુપ કચ્છ

અહેવાલ - નિરવ ગોસ્વામી અંજાર

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain