મોરબીમા હિંન્દુ- મુસ્લીમ એકતાને તોડી અશાંતી ફેલાવવાનો પ્રયાસ કરનાર મહિલા સામે કડક કાર્યવાહી કરવા સુન્ની મુસ્લીમ સમાજે આવેદન આપ્યુ

મોરબીમા 27/10/ના રોજ જાહેરસભામા કાજલ સીંગાળા હિંન્દુસ્તાની દ્રારા હિન્દુ મુસ્લિમ ધર્મ વચ્ચે ની ઉશ્કેરણીજનક શાંતિમાં અશાંતિ  કરવાના માહોલ તેમજ એકતા તોડવાનો પ્રયાસ કરનાર સામે કાનુની પગલા લેવા મુસ્લીમ સમાજે કલેક્ટર શ્રી ને આવેદન પાઠવ્યુ

 

મોરબીમા હિંન્દુ - મુસ્લીમ એકતાને તોડી અશાંતી ફેલાવવાનો પ્રયાસ કરનાર મહિલા સામે કડક કાર્યવાહી કરવા સુન્ની મુસ્લીમ સમાજે આવેદન આપ્યુ



મોરબીમા તાજેતરમા લીલાપરરોડ પર જય અંબે ગૃપ દ્રારા આયોજીત એક જાહેરસભાનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા પ્રવકતા ભાષણ કરનાર કાજલ હિંન્દુસ્તાની નામની મહિલાએ હિંન્દુ મુસ્લીમ એકતા અને મોરબી જીલ્લામા અમન અને શાંતિને ડહોળવા બફાટ કર્યો હતો પરંતુ આ બફાટ કરનાર મહિલાને દરગાહ અને મસ્જીદમા શુ તફાવત છે તેની પણ ખબર ન હોવા છતા આડેધડ મુસ્લીમ સમાજ વિશે ભાષણ આપી શાંતી ડહોળવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મોરબી  સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલ અને મોરબી જીલ્લા પોલીસવડાને આવેદન પત્ર પાઠવી બફાટ કરનાર કાજલ હિંન્દુસ્તાની સામે કડક હાથે કાર્યવાહી કરી ફરીયાદ દાખલ કરવા આવેદન પાઠવવામા આવ્યુ હતુ



મોરબી સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે મોરબીમા ગત તા.૨૭ ઓકટોમ્બરના રોજ જય અંબે ગૃપ આયોજિત જાહેરસભામા હિંન્દ મુસ્લીમ કોમ  વચ્ચે વૈમનસ્ય ફેલાઈ તેવું ઉશ્કેરણી જનક ભાષણ કરનાર કાજલબેન હિન્દુસ્તાની નામની મહિલા વિરુદ્ધ કડક પગલા ભરી એફ.આઈ આર દાખલ કરવા મોરબી સુન્ની મુસ્લિમ સમાજના બહોળી સંખ્યાના આગેવાનોની હાજરીમા આવેદનપત્ર પાઠવી માંગણી કરવામા આવી હતી અને જે મુસ્લીમ ધાર્મિક સ્થળોને તોડી પાડવા ભાષણમાં ઉલ્લેખ કર્યો છે તે ધાર્મિક સ્થળ રાજાશાહી વખતથી છે અને તે મોરબી સ્ટેટના કબજા માલીકીની હોય એટલે ત્યા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવા મુસ્લીમ સમાજે માંગ ઉઠાવી હતી



જેમા મોરબીસુન્ની મુસ્લિમ સમાજના નવનિયુક પ્રમુખશ્રી તેભજ અગ્રણી ગુલામ હુસેન પીલુડિયાની આગેવાની હેઠળ મોરબી જિલ્લા કલેકટરશ્રી મોરબી એસ.પી. અને તાલુકા પોલીસ ઇન્સ્પેકટર સહિતના અધિકારીઓને આવેદનપત્ર પાઠવી મોરબી લીલાપરરોડ પર જય અંબે ગૃપ આયોજિત જાહેર સભામાં કાજલ હિન્દુસ્તાની તરીકે ઓળખાતા મહિલા દ્વારા કોમી વૈમનસ્ય ફેલાવી મોરબીમા કોમી શાંતિ ડહોળાઈ તેવું ઉશ્કેરણી જનક બફાટ ભાષણ કરી  મુસ્લિમ સમાજના વર્ષો જુના ઐતિહાસિક ધાર્મિક સ્થળો દરગાહોને તોડી પાડવા બફાટ કરી લોકોને ઉશ્કેરવા તેમજ કોમી રમખાણો કરાવી  શાંતિ અને એકતા જોખમાય તેવા ભાષણો કર્યા હોવાનો આરોપ લગાવી તેમજ આવા બફાટ ભાષણો સોશ્યલ મીડીયામા વાયરલ કરી અશાંતી ફેલાવવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો જેથી જાહેરસભાનુ આયોજન કરનાર તેમજ બફાટ ભાષણ કરનાર મહિલા સહિત સોશ્યલ મિડીયામા અશાંતિ ફેલાવનાર તમામ જવાબદાર સામે કાનુની કડક પગલા ભરવા મુસ્લીમ સમાજે માંગણી ઉઠાવી હોવાની લોકચર્ચા જાગી હતી સરકાર શ્રી ને જણાવાનું કે કોરોનાની માહમારી ચાલી રહી છે કોઈ એક જગ્યા ઉપર એકઠા ન થવું જોયે તો આ જાહેર સભા કરવાની પરમીશન આપી કોને ?



મોરબી ના કયા આગેવાનો ના નેઝા હેઠડ આ સભા રાખવામાં આવી છે અને આવડી મોટી સભાની પરમીશન આપી કોને? કોરોનાની માહમારી વચ્ચે માત્ર જનતા નેજ ધ્યાન રાખવાનું રહેશે  કેમ કે રાજકીય નેતાઓને કોરોના નથી થવાનો એવા દશ્યો તસ્વીરમાં નજરે પડે છે? કોરોનાની માહમારી વચ્ચે સભામાં બેઠેલા આગેવાનો તેમજ સભામાં બેઠેલા તમામ ના મોઢા ઉપર માસ નથી લાગેલા તેમજ કોઈ એક બીજા વચ્ચે અંતર નથી રાખેલ કેમ તમારૂં ચાલે જનતાનું શુ? હાલ કોરોનાની માહમારી વચ્ચે લગ્નમાં  ઓછા લોકોની પરમીશન આપતા હોયછે તેમજ કોઈ ના ધર પરિવારમાંથી મૃત્યુ થાય તે સમયે ઓછા માણસ ની પરમીશન આપવામાં આવતી હોયછે ત્યારે આ મોટી સંખ્યામાં સભા કરવાની પરમીશન કોને આપી દીધી?


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ ગુજરાત 

અહેવાલ - ઈરફાન પલેજા 

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨

0/Post a Comment/Comments

Stay Conneted

Domain